આઇપીએલમાં ટીવી અને ડિજિટલ એડથી રૂા.5000 કરોડની કમાણી

31 March 2023 04:49 PM
Business India Sports
  • આઇપીએલમાં ટીવી અને ડિજિટલ એડથી રૂા.5000 કરોડની કમાણી

મુંબઇ, તા. 31
આજથી પ્રારંભ થઇ રહેલા આઇપીએલના કારણે હવે ટીવી અને ડિજિટલ ક્ષેત્રમાં એક નવી સ્પર્ધા શરૂ થશે અને રૂા. પ હજાર કરોડ જેટલો બિઝનેસ આઇપીએલ ખેંચી જશે તેવું માનવામાં આવે છે. આઇપીએલનું ટીવી પ્રસારણ ડિઝની સ્ટાર દ્વારા કરાશે.

જયારે ડિજિટલ પ્રસારણ જિયો સિનેમા પરથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની વાયાકોમ-18 દ્વારા કરાશે અને પ્રથમ વખત મુકેશ અંબાણીની કંપની આક્રમક રીતે ડિજિટલ પ્રસારણમાં પ્રવેશી છે અને તેના દર્શકોને અનેક પ્રકારની નવી ઓફર પણ થઇ છે અને તેથી જિયો સિનેમા પર તેનું પ્રસારણથી રૂા.3700 કરોડની એડ રેવન્યુ મળે તેવી ધારણા છે. ડિઝની સ્ટાર દ્વારા ટીવી લાઇવ પ્રસારણમાં 13 સ્પોન્સર મળ્યા છે. જયારે વાયાકોમમાં 21 સ્પોન્સર છે અને તેના કારણે બંને વચ્ચે પણ જબરી સ્પર્ધા થશે.


Related News

Advertisement
Advertisement