અમૃતસર(પંજાબ), તા.30 : પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિધ્ધુ હાલ એક 34 વર્ષ જુના કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે જેને આવતીકાલે છોડી મુકવામાં આવી રહ્યા છે. ત્યારે જ નવજોત સિધ્ધુનું કેન્સર 5ીડિત પત્ની નવજોત કૌર સિધ્ધુએ એક ભાવુક ટવીટ પોસ્ટ કરીને લખ્યું છે. નવજોતસિંહ સિધ્ધુનો પંજાબ માટેનો પ્રેમ કોઇપણ વસ્તુથી હંમેશા ઉંચો રહ્યો છે મેં તો ગુસ્સા (પ્રેમ ભર્યા)માં તેમને સબક શીખવવા ભગવાન પાસે મોત માગી લીધી છે. કેન્સરનો સામનો કરતા ડો.નવજોત કૌર સિધ્ધુએ એમ પણ કહ્યું હતું
કે (મોત માટે) ઇશ્વરની કૃપાની તે રાહ જોઇ રહી છે પણ તેમાં મોડુ થઇ રહ્યું છે. નવજોત કૌર સિધ્ધુએ લખ્યું છે તે (સિધ્ધુ) એક એવા અપરાધ માટે જેલમાં બંધ છે જે તેણે કર્યો જ નથી એમાં જે લોકો સામેલ છે તેેને માફ કરી દો. દરરોજ આપની (સિધ્ધુની) મુકિતની રાહ જોવી કષ્ટદાયક છે. સત્ય ઘણુ શકિતશાળી હોય છે પણ પરીક્ષા વારંવાર દેવી પડે છે.
આ કળયુગ છે. તે આગળ લખે છે માફ કરજો હવે આપની રાહ જોઇ શકતી નથી, કારણ કે ખતરનાક કેન્સર બીજા તબકકામાં છે તેના માટે કોઇને દોષ ન આપી શકાય, કારણ કે આ ભગવાનની મરજી છે.ઉલ્લેખનીય છે કે જેલમાં સારા વ્યવહારને લઇને સિધ્ધુને જાન્યુઆરીમાં જ જેલથી મુકિતની અટકળો લગાવાતી હતી હવે જયારે સિધ્ધુની કેન્સરપીડિત પત્ની નવજોત કૌરની ભાવુક પોસ્ટ બહાર આવતા સિધ્ધુની આવતીકાલે જેલમુકિત થઇ શકે છે.