આજકલ ચેટ જીપીટીની કાબેલિયત અંગે અવારનવાર સમાચાર આવે છે જેમાં હવે ડોકટર પણ જે બિમારી પારખી ન શકે તે આર્ટીફીશ્યલ ઇન્ટલીજન્સ દ્વારા નિર્મિત ટુલ્સ એ પારખીને કુતરાનું જીવન બચાવ્યું હતું.
એક ટવીટર યુઝર્સ કુપર એ દાવો કર્યો છે કે તે જીટીપીએ બ્લડ કંડીશનની યોગ્ય માહિતી મેળવી શકે છે અને તેના કારણે તેને પોતાના કુતરાનું જીવન બચાવ્યું છે. કુપરે કહ્યું કે તેનો ડોગી ટીકબોર્ન રોગથી પીડાઇ છે અને તેની હાલતમાં તબીબો પણ ચોકકસ નિદાન કરી શકતા ન હતા. તેને ઇન્ફેકશનનું રીઝલ્ટ નેગેટીવ આવ્યું તેમ છતાં નિદાન ન થતા ડોકટરે પણ હાથ ઉંચા કરી દીધા હતા.
પરંતુ ચેટ જીપીટીનો સહારો લીધો અને તેને કુતરાની મેડીકલ હિસ્ટ્રી અપલોડ કરી જેના ઉ5રથી તુર્ત જ તેણે બિમારીનું નિદાન થઇ ગયું અને તે તબીબને સુપ્રત કરતા જ યોગ્ય ઇલાજની દિશા મળી હતી.