તા.6ઠ્ઠીના 51થી વધુ આકર્ષક ફલોટ સાથે હનુમાન જન્મોત્સવ રથયાત્રા: તૈયારીઓનો ધમધમાટ

31 March 2023 04:55 PM
Rajkot Dharmik
  • તા.6ઠ્ઠીના 51થી વધુ આકર્ષક ફલોટ સાથે હનુમાન જન્મોત્સવ રથયાત્રા: તૈયારીઓનો ધમધમાટ
  • તા.6ઠ્ઠીના 51થી વધુ આકર્ષક ફલોટ સાથે હનુમાન જન્મોત્સવ રથયાત્રા: તૈયારીઓનો ધમધમાટ

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર: બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા સતત 15માં વર્ષે હનુમાનજી રથયાત્રાનું આયોજન

► રામનાથપરાના બડા બજરંગ હનુમાનજી મંદિરેથી રથયાત્રાનો પ્રારંભ તથા ભુપેન્દ્ર રોડ બાલાજી મંદિરે સમાપન: રાજકોટની 100 સંસ્થાઓનો સહયોગ: રથયાત્રામાં આકર્ષક 51 ફલોટ્સ, બાઈક સ્વાર સામેલ: રૂટમાં અખાડાના દાવની પ્રસ્તુતિ: બજરંગ ફાઉન્ડેશનની આયોજકની ટીમ ‘સાંજ સમાચાર’ની મુલાકાતે

રાજકોટ,તા.31
બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા સતત 15માં વર્ષે શ્રી હનુમાન જન્મોત્સવ રથયાત્રાનું આગામી તા.6ઠ્ઠીના ભવ્યાતિ આયોજન કરવામાં આવેલ છે.

આ અંગેની વિગતો આપવા ‘સાંજ સમાચાર’ના આંગણે સંસ્થાના કલ્પેશ ગમારા, દિનેશ જુનલાણી, વિશાલ કવા, રવિ ભટ્ટી, રાજા જાદવ, સહદેવસિંહ ડોડીયા, અંકિત બોસમીયા, મીત જાદવ, યશ આડેસરા, કુનાલ મલસાતર વગેરે આવેલા હતાં.

દર હનુમાનજી મહારાજની જયંતીના દિવસે બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા હનુમાન જન્મોત્સવ રથયાત્રા યોજવામાં આવેલ છેજેમાં રાજકોટની 100 થી વધુ સંસ્થાઓ જોડાય છે. શરૂઆતમાં માત્ર 10 ફલોટ્સથી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ભાઈચારાની ભાવના મુખ્ય ધ્યેય રહેલો છે. શોભાયાત્રામાં રથ ખેસવા લોકો સ્વયંભુ આવે છે.

શોભાયાત્રાનું આકર્ષણ
બડા બજરંગ ફાઉન્ડેશન આયોજીત રથયાત્રામાં આશરે 51થી વધુ આકર્ષણ ફલોટ જોડાશે. જેમાં 51 ફુટનો ભગવો ધ્વજ લઈને ભકતો ચાલશે. બડા બજરંગ દાદાની મૂર્તિને રજવાડી રથમાં બિરાજમાન કરવામાં આવશે.108 કિલો પ્રસાદ શોભાયાત્રાના રૂટમાં દર્શનાર્થીઓને આપવામાં આવશે. કેદારનાથની ઝાંખી, નાના ભુલકાઓ મહાદેવનાનાદ સાથે જોડાશે.દેવી-દેવતાના જીવંત યાત્રો દેશના સડવૈયાના જીવંત પાત્રો, પર્યાવરણ, બેટી બચાવો, બેટી પઢાવો સંદેશ અપાતાં ફલોટ્સ ફોરવિલર તેમજ ભાઈઓ માત્રામાં જોડાશે.

બજરંગીઓ દ્વારા શોભાયાત્રાના રૂટપર અખાડાના હાલ રજુ થશે રૂટ પરના તમામ વિસ્તારો કેસરીધજા-પતાકાથી શણગાગરવામાં આવશે. તેમજ હનુમાનજી મહારાજના 70 ફુટના વિશાળ 100 થી વધુ બેનશે વિવિધ વિસ્તારોમાં લગાવાશે જુદી-જુદી સંસ્થાઓ દ્વારા રંગોળી, પુષ્પ વર્ષા તેમજ ફાટકડા ફોડીને યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે. યાત્રામાં સમગ્ર રૂટપર ઠંડાપીણા,શરબત, છાશ, પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.શોભાયાત્રામાં ડીજે અને કેસીયો યાદી જમાવટ કરશે.

યાત્રાનો રૂટ
તા.6ઠ્ઠીના ગુરૂવારે સવારે 8.30 કલાકે બડા બજરંગ હનુમાનજી મંદિર રામનાથ પરા-16થી યાત્રાનો પ્રારંભ સંસ્થાના ભુદેવ અજય મહારાજ તથા સંતો-મહંતોના શુભ હસ્તે વૈદિક મંત્રોચ્ચારો સાથે થશે.

રામનાથપરાથી શોભાયાત્રાનો પ્રારંભ થઈને બડાબજરંગ ચોક, ગરૂડ ગરબી, વિરાણી વાડી, હાથીખાના મેઈન રોડ, કેનાલ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકી, પેલેસ રોડ શ્રી કરણપરા ચોક,પ્રહલાદ મેઈન રોડ, શ્રી ભુપેન્દ્ર રોડથી બાલાજી હનુમાનજી મંદિરે યાત્રાનું સમાપન થશે.

યાત્રાના પ્રમુખ
આ વર્ષે હનુમાનજી શોભાયાત્રાના પ્રમુખ તરીકે ડી.વી.રાણા, પિન્ટુભાઈ, બિરાજમાન થશે.શ્રી હનુમાનજી જન્મોત્સવ રથયાત્રાને ભવ્યાતિભવ્ય બનાવવા બડા બજરંગ ફાઉન્ડેશનના તમામ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement