મુંબઇ, તા.31 : ચાલુ નાણાકીય વર્ષમાં નબળા માર્કેટી એન્ટીમેન્ટે કં5નીઓના આઇપીઓ પ્લાનને પણ ઘણી હદ સુધી અસર કરી હતી જોકે પરિસ્થિતિ એવી ખરાબ પણ નથી, 2022-23 37 ભારતીય કં5નીઓએ આઇપીઓના માધ્યમથી 52116 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા જે ગત નાણાકીય વર્ષની તુલનામાં અડધાથી પણ ઓછા છે.
ગત વર્ષ 2021-22માં ભારતીય કંપનીઓએ 53 આઇપીઓના માધ્યમથી 1,11,547 કરોડ રૂપિયા એઠકા કર્યા હતા. પ્રાઇમ ડેટાબેઝ અનુસાર માત્ર 37 કંપનીઓ 2022-23માં શેરબજારોમાં લિસ્ટ થઇ હતી. 25 આઇપીઓ માત્ર ત્રણ મહિના (મે નવેમ્બર અને ડિસેમ્બર)માં આવેલા જયારે ચોથી ત્રિમાસિકમાં છેલ્લા 9 વર્ષમાં ઓછામાં ઓછા આઇપીઓ આવેલા
મોતીલાલ ઓસવાલ ફાયનાન્શિયલ સર્વિસીઝમાં ઇકવીટી હેડ સિધ્ધાર્થ ખેમકાના અનુસાર ચાલુ ફાયનાશિયલ યર દરમિયાન શેર માર્કેટમાં ઘણો ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો. આ કારણે કં5નીઓએ આઇપીઓ લાવવામાં થોડુ ટાળ્યું હતું. અનેક કંપનીઓએ પોતાની અંતિમ ક્ષણોમાં પોતાનો આઇપીઓ ટાળ્યો પણ હતો.