મારામારીના ગુનામાં નંદીપાર્કના પટેલ બંધુઓનો નિર્દોષ છુટકારો

31 March 2023 05:10 PM
Rajkot Crime
  • મારામારીના ગુનામાં નંદીપાર્કના પટેલ બંધુઓનો નિર્દોષ છુટકારો

પાર્કિંગ બાબતે માથાકુટ થઇ હતી

રાજકોટ, તા. 31
ગત તા. 28/11/2014ના રોજ આરોપી કિશોર ડુંગરશીભાઇ દોંગા (પટેલ) અને મહેશ ડુંગરશી દોંગા (રહે. બંને નંદીપાર્ક, યુનિવર્સિટી રોડ, રાજકોટ) સામે ફરીયાદી રાજેશ દુર્લભજીભાઇએ મારામારીની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપીઓના ઘરે મહેમાન આવ્યા હોય ફરિયાદીના ઘરને અડચણરૂપ વાહન પાર્ક કર્યુ હોય, તે અંગે કહેતા માથાકુટ થઇ હતી અને આરોપીઓએ ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા 3ર4ની કલમ ઉમેરવા અરજીથઇ હતી. જે કોર્ટે રદ કરેલી આ પછી આરોપીના વકીલે કરેલી દલીલો અને ટાંકેલા ચુકાદા ધ્યાને લઇ ફરિયાદી પક્ષ આઇપીસી 3ર3, પ04, પ06(ર)નો ગુનો શંકા રહીત પુરવાર કરી શકેલ ન હોય આરોપી મહેશ અને કિશોર એમ બંને પટેલ બંધુને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી પટેલ બંધુ તરફે એડવોકેટ અમિત એન.જનાણી, આઇ.ટી.થૈયમ, ઉર્વી આચાર્ય અને આસીસ્ટન્ટ તરીકે વેદાંશી બગડા રોકાયેલા હતા.


Related News

Advertisement
Advertisement