બેંગ્લોર, તા. 31 : કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ ચૂંટણી વિભાગની ફલાઇંગ સ્કવોર્ડ સક્રિય થઇ છે. વાહન ચેકીંગ દરમ્યાન મુખ્યમંત્રી બોમ્મઇની કારની પણ તલાશી લેવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણી જાહેર થયેલી આચારસંહિતાના કડક પાલન સાથે ચૂંટણી વિભાગની ફલાઇંગ સ્કવોર્ડ વિવિધ માર્ગોમાં વાહન ચેકીંગ હાથ ધર્યુ છે. આ દરમિયાન સીએમ બસવરાજ બોમ્મઇનો કાફલો પસાર તેને રોકવામાં આવ્યો હતો અને શ્રી ઘાટી સુબ્રમણ્ય મંદિર જઇ રહેલા સીએમની ઇનોવા કારની પણ તલાસી લેવામાં આવી હતી. કારની ચકાસણી બાદ સીએમનો કાફલો આગળ વધ્યો હતો.