રાજકોટ,તા.31
લાતી પ્લોટ માંથી બે ચોરાઉ બાઈક સાથે અવિનાશ કોળીને એલસીબીની ટીમે રૂ।7 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.દરોડાની વિગત અનુસાર, એલસીબી ઝોન-1ના પી.એસ.આઈ. બી.વી.બોરીસાગર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં. ત્યારે સાથેના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા સત્યજીતસિંહ જાડેજા અને રવિરાજ પટગીરને મળેલ ચોકકસ બાતમીના આધારે લાતિ પ્લોટ પાસેથી ચોરાઉ બે બાઈક સાથે અવિનાશ રાજુ જાદવ (ઉ.વ.22) (રહે. ભગવતીપરા, ધરમનગર શેરી નં.1)ને દબોચી રૂ।7 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બે ચોરીના ગુના ડીટેકટ કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, આરોપી અગાઉ અલગ-અલગ પોલીસ મથકમાં ગુના નોંધાયેલ છે.