નિષ્ફળતાઓથી ન હારી મૃણાલ ઠાકુર

31 March 2023 05:41 PM
Entertainment
  • નિષ્ફળતાઓથી ન હારી મૃણાલ ઠાકુર

સાત વર્ષ બાદ ‘ગુમરાહ’માં પોલીસ ઓફિસર બની : ‘જય ગંગાજલ’ માટે પોલીસ ઓફિસરના રોલ માટે તેણે ઓડિશન આપેલું, પણ પસંદગી પ્રિયંકાની થયેલી

મુંબઈ: મૃણાલ ઠાકુર ‘ગુમરાહ’ ફિલ્મમાં પોલીસ ઓફિસરનો રોલ કરે છે. ફિલ્મમાં તેની સાથે લીડ રોલમાં આદીત્ય રોય કપુર છે. મૃણાલ ઠાકુરના નસીબે સાથ આપ્યો હોત તો સાત વર્ષ અગાઉ તેને ઓન સ્ક્રિન પોલીસ ઓફીસર બનવાની તક મળી શકત. અપકમીંગ ફિલ્મના પ્રમોશન દરમિયાન મૃણાલે જણાવ્યું હતું કે, તેણે ‘જય ગંગાજલ’ માટે ઓડીશન આપ્યું હતું. પરંતુ આ રોલ માટે પ્રિયંકાની પસંદગી થઈ હતી. મૃણાલ ઠાકુર એક દાયકાથી બાલીવુડમાં પગ જમાવવા સંઘર્ષ કરી રહી છે.

વર્ષોની આ સફર દરમિયાન અનેક રોલ ગુમાવ્યા હોવાનું મૃણાલે સ્વીકાર્યું હતું. મૃણાલે જણાવ્યું હતું કે, 2016માં રિલીઝ થયેલી પ્રકાશ ઝાની ફિલ્મ ‘જય ગંગાજલ’માં લીડ રોલ કરવાની તેની ઈચ્છા હતી અને ઓડીશન પણ આપ્યું હતું.જો કે 2016માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં આખરે પ્રિયંકાની પસંદગી થઈ હતી. નિષ્ફળતાથી નિરાશ થવાના બદલે તેમાંથી કંઈક નવું શીખવાનો પ્રયાસ કરતી હોવાનું મૃણાલે કહ્યું હતું. તે સમયે ભલે ફિલ્મ મળી ન હતી,

પરંતુ ફિલ્મમાં પ્રિયંકાના રોલનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. રોલ નહીં મળવાના કારણે નિષ્ફળતાને સહન કરવાની શક્તિ વિકસી હોવાનું જણાવતા મૃણાલે ઉમેર્યું હતું કે, એક તબકકે તે હાર માની ચુકી હતી અને એકટીંગ છોડવાનું વિચારતી હતી. મૃણાલની ફિલ્મ ‘લવ સોનિયા’ અભેરાઈએ મુકી દેવાઈ હતી. તેનો વિષય અટપટો હોવાના કારણે રિલીઝ થઈ શકી ન હતી. પુષ્કળ મહેનત બાદ મળેલી ફિલ્મ તૈયાર હોવા છતાં રિલીઝ ન થતાં મૃણાલને નિરાશા ઘેરી વળી હતી. નિરાશામાંથી બહાર આવીને વધારે મહેનત કરવાનો તેણે નિર્ણય કર્યો હતો.


Related News

Advertisement
Advertisement