‘ભોલા’: અજય દેવગનનો અનોખો ટચ ફેન્સને મોજ કરાવી દે છે

31 March 2023 05:44 PM
Entertainment
  • ‘ભોલા’: અજય દેવગનનો અનોખો ટચ ફેન્સને મોજ કરાવી દે છે

તમિલ બ્લોક બસ્ટર ‘કૈથી’ની હિન્દી રિમેક ‘ભોલા’ એકશન અને ઈમોશનનો જબરદસ્ત ડ્રામા

મુંબઈ: અજય દેવગન સ્ટારર અને ડિરેકટેડ ફિલ્મ ‘ભોલા’ ગઈકાલે રિલીઝ થઈ હતી. આ એક વેલ પેકડ એકશન મુવી છે. તેમાં લાગણીઓનું પણ અદભુત મિશ્રતા છે. લોકેશ કનાગરાજની તમિલ બ્લોકબસ્ટર ફિલ્મ ‘કૈથી’ની ‘ભોલા’ હિન્દી રિમેક છે. આ ફિલ્મની કથા એક પુર્વ ગુનગારની આસપાસ ફરે છે.

આ ગુનેગાર સામે આઈપીએલ અધિકારી ડાયના જોસેફ (તબ્બુ) દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જયાં સુધી ફિલ્મની મુખ્ય વાર્તાની વાત છે તો ‘ભોલા’, ‘કૈથી’ ને વફાદાર રહે છે. જો કે તેની રજુઆતમાં તફાવત છે. ‘કૈથી’માં ડિસ્કટર લોકેશ કરાગરાજે ‘કૈથી’ની દુનિયા બતાવવા માટે પોતાનો સમય લીધો હતો, તેના એકશન દ્દશ્યો વાસ્તવિક હતા. તેનાથી વિપરીત અજય દેવગને ‘ભોલા’ને સ્ટાર વ્હીકલ બનાવ્યું છે. દરેક દ્દશ્યોમાં મુખ્ય પાત્રની આસપાસ એક આભા બનાવે છે, જે પ્રેક્ષકોને સીટી પાડવા માટે મજબૂર બનાવે છે.

એકશન સીન્સ ‘ભોલા’ની કરોડરજજુ છે, તે કથાને આગળ લઈ જાય છે. જો કે ફલેશબેકમાં ઘણુ ઉમેરવાનું બાકી રહી જાય છે, પ્રેક્ષકને અંદાજ આવી જાય છે. કેટલાક પાત્રો અધુરા લાગે છે.
અજય દેવગનનો અભિનય ‘ભોલા’નો આત્મા અને હૃદય છે. ‘સિંઘમ’ સીરીઝમાં તેણે જે પ્રભાવ પેદા કર્યો હતો તે રીતે અહીં એકશનમાં તે શ્રેષ્ઠ બની રહે છે. તબ્બુએ એકશન સીનમાં સારી અસર ઉભી કરી છે. સંજય મિશ્રાની કોમેડી ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ સાબીત થાય છે.

‘ભોલા’માં ‘પાંડવ ભી પાંચ થે’ અને ‘શકલ દેખકર પોલીસ ચાર્જશીટ બનાને લગી હૈ’ જેવા ડાયલોગ ચોટદાર છે. અલબત, સંગીત ધારી અસર નથી. ઉપસાવત ગીતો અસરકારક નથી. ‘કેજીએફ’માં સંગીતથી પ્રસિદ્ધિ મેળવનાર રવિ બાસુર ‘ભોલા’માં ધારી અસર ન ઉપજાવી શકયા તે આશ્ર્ચર્યજનક છે. ટુંકમાં અજય દેવગનના ફેન્સને આ ફિલ્મ ગમશે.


Related News

Advertisement
Advertisement