◙ ‘નેચર’માં પ્રકાશિત 1990 થી 2020 દરમિયાન બાળકો અને કિશોરોના અધ્યયનમાં ચોંકાવનારો ખુલાસો
◙ ત્રણ દાયકામાં શહેરોમાં વસતા બાળકોનો શારીરિક વિકાસ ઘટયો
નવી દિલ્હી તા.1
આજે બાળકનું રમડું મોબાઈલ બન્યો છે, શારીરિક રમતો ઘટી ગઈ છે, જેનું પરિણામ એ આવ્યુ છે કે શહેરમાં રહેતા બાળકોની બાળ વયે ફાંદ વધી ગઈ હોવાની તેમજ લંબાઈ ઘટી ગઈ હોવાનો ખુલાસો એક અધ્યયનમાં થયો છે.
એવું માનવામાં આવે છે કે શહેરી બાળકો ગ્રામીણ બાળકોની તુલનામાં વધુ તેજ હોય છે. કારણ કે તેમને બહેતર શિક્ષણ, પોષણ, રમત અને મનોરંજનના સાધનો મળતા હોય છે. પરંતુ ‘નેચર’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ કહે છે કે છેલ્લા 3 દાયકામાં શહેરમાં રહેતા બાળકો અને કિશોરોને વિકાસ ઓછો થઈ ગયો છે.
1500થી વધુ સંશોધકો અને ડોકટરોના વૈશ્વિક સંઘે ભારત સહિત 200 દેશોમાં શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં 5થી19 વર્ષની વયના 7.1 કરોડ બાળકોની ઉંચાઈ અને વજનના આંકડાનું વિશ્ર્લેષણ કર્યું છે. અધ્યયનમાં 1990 થી 2020 સુધી બાળકો અને કિશોરોના વિકાસનો પતો મેળવ્યો છે.
સંશોધકોએ જણાવ્યું કે, સ્વસ્થ વિકાસના સંબંધમાં શહેરોમાં રહેવાના ફાયદા ઓછા થઈ ગયા હતા. દુનિયાના મોટાભાગના ભાગોમાં એકવીસમી સદીમાં શહેરોમાં રહેવાના અને વિકાસના ફાયદા ઘટી ગયા છે જયારે ઉપસહારા આફ્રિકાના ભાગોમાં તેમાં વૃદ્ધિ દેખાઈ છે.
અનેક દેશોમાં 2.5 સેન્ટીમીટર ઘટી ગઈ શહેરી બાળકોની લંબાઈ: ઉચ્ચ આવકવાળા પશ્ચિમી દેશો અને યુરોપીય દેશોમાં દ્દશ્ય ઘણું બદલાઈ ગયું છે. આ ત્રણ દાયકામાં મધ્ય અને પુર્વી યુરોપ, લેટીન અમેરિકા અને કેરેબીયન દેશો આર્જેન્ટીના, બ્રાઝીલ, ચિલી અને પેરાગ્વે, પુર્વી અને દક્ષિણ પુર્વ એશિયા અને મધ્ય એશિયામાં શહેરોમાં રહેતા બાળકોની લંબાઈ 1-2.5 સેન્ટીમીટર ઘટી ગઈ છે.
આફ્રિકા અને દક્ષિણ એશિયા અપવાદ: ઈમ્પીરીયલ કોલેજ લંડનના નેતૃત્વમાં કરાયેલ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે 1990માં સ્કુલી બાળકો અને કિશોરો કે જેઓ બહેતર શિક્ષણ, પોષણ, રમત અને મનોરંજનના અવસરોવાળા શહેરોમાં ભણ્યા હતા, ઉછર્યા હતા, તેઓ ગ્રામીણ બાળકોની તુલનામાં કેટલાક ઈંચ લાંબા હતા. સાથે સાથે તેમનું બીએમઆઈ વધુ હતું. જો કે 2020 સુધી ઉપ-સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયાને બાદ કરતા મોટાભાગના દેશોમાં બીએમઆઈ વધ્યું હતું. ગ્રામીણ ક્ષેત્રોમાં ઝડપથી વધ્યુ હતું.