નવી દિલ્હી: ભારત આવવાના રાષ્ટ્રોમાં ‘એર’ તથા ‘નેવલ બેઝ’ બનાવવાના ચીને કરેલા પ્રારંભમાં ગઈકાલે ઓડીસાના પારાદીપ ક્ષેત્રમાં લગભગ 161 માઈલ દૂર ભારતીય દરિયાઈ સીમા સામે એક ચીની જાસૂસી જહાજ યાંગ-શિ-યૂ દેખાતા જ ભારતના તટરક્ષક દળોને સાવધ કરી દેવાયા હતા.
જો કે ચીને તે જહાજને રીસર્ચ શીપ તરીકે જાહેર કરીને આંતરરાષ્ટ્રીય જળસીમામાં તે પુર્વ નિશ્ચીત કાર્યક્રમ મુજબ શોધ-સંશોધનમાં જોડાયું હોવાનું જાહેર કર્યુ છે પણ ચીનનું આ અત્યંત આધુનિક 2000 ટનનું જહાજ ચીની નૌસેનાનો એક ભાગ છે અને તે ભારતની નૌકાદળ સહિતની દરિયાઈ ક્ષેત્રની જાસૂસી કરી રહ્યું હોય તેવી પણ શકયતા નકારાતી હતી.
બીજી તરફ ચીને આંદામાન નિકોબાર પાસે મ્યાનમારના કોકો ટાપુ પર પણ તેના નૌકાદળનું મથક વધુ આધુનિક બનાવવાનો પ્રારંભ કર્યો જેમાં આ સામે લશ્કરી બાંધકામ, નાની હવાઈપટ્ટી, રડાર તથા ‘હેગર’ મથક પણ ઉભા કરી રહી છે. આંદામાન નિકોબારથી 40 કી.મી. ટાપુ ‘વિકાસ’ કરવા માટે ચીનને ‘લીઝ’ પર આપ્યુ છે. ભારતે આંદામાન-નિકોબાર તેની સાથે જોડાયેલ 572 ટાપુઓ પરથી નૌકાદળ ગતિવિધિ પણ વધારી છે.