ભારતને ઓસ્કારનું ગૌરવ અપાવનાર ‘ધી એલિફન્ટ વ્હીસ્પર્સ’ના મેકર્સની પીએમ મોદી સાથે મુલાકાત

01 April 2023 11:32 AM
Entertainment India
  • ભારતને ઓસ્કારનું ગૌરવ અપાવનાર ‘ધી એલિફન્ટ વ્હીસ્પર્સ’ના મેકર્સની પીએમ મોદી સાથે મુલાકાત

રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’ના સોન્ગ ‘નાટુ-નાટુ’ની સાથે 95માં ઓસ્કાર એવોર્ડસમાં એક દંપતી અને અનાથ બાળ હાથી રઘુ વચ્ચેના બંધનને રજુ કરતી કાર્તિકી ગોન્સાલ્વીસ નિર્દેશિત ડોકયુમેન્ટ્રી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ને પણ બેસ્ટ ડોકયુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ ના મેકર્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શુભેચ્છા મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ તેમને ભારતીય સિને ઉદ્યોગનું નામ વિશ્વ ફલક પર ચમકાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


Related News

Advertisement
Advertisement