રાજકોટ તા.1 : સમગ્ર રાજયમાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણમાં વધારા સાથે ચિંતાજનક રીતે પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. રસીના ડોઝ લેનાર વ્યકિતઓ પણ કોરોના સંક્રમીત થઈ રહ્યા છે. માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનો અમલ ફરજીયાત નહી હોવાથી અનેક સ્થળોએ ભીડભાડ જોવા મળી રહી છે.
રાજયમાં છેલ્લા 24 કલાકમાં વધુ નવા 338 પોઝીટીવ કેસ સાથે 274 દર્દીઓ સ્વસ્થ થયા છે. સુરતમાં 1 દર્દીનું મોત નોંધાયું છે. આરોગ્ય વિભાગના બુલેટીનનાં આંકડા મુજબ રાજયમાં 24 કલાક દરમિયાન અમદાવાદ-92, રાજકોટ-44, મોરબી 34, વડોદરા-18, સાબરકાંઠા 14, બનાસકાંઠા- મહેસાણા 12/12, ગાંધીનગર-10, ભરૂચ-8, અમરેલી-7, વલસાડ-6, કચ્છ-ભાવનગર- આણંદ 5/5, નવસારી-જામનગર 4/4, પોરબંદર, ગીર સોમનાથ 3/3, દાહોદ-ખેડા- પંચમહાર -પાટણ- સુરેન્દ્રનગર 1/1 સહિત કુલ 338 પોઝીટીવ કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 44 કેસ નોંધાયા છે. શહેર-22 અને ગ્રામ્ય-22 સહિત 44 કેસ નોંધાયા છે. જયારે અમદાવાદ-79, મોરબી-23, રાજકોટ 39, સુરત-32, વડોદરા 34, મહેસાણા 12, અમરેલી 9, ગાંધીનગર 6, ભરૂચ કચ્છ 5/5, પોરબંદર- વલસાડ 4/4, જામનગર 3, સુરેન્દ્રનગર, નવસારી, ખેડા 2/2, સહિત 274 દર્દીઓ સ્વસ્થ થયા છે. સુરત કોર્પોરેશનમાં 1 દર્દીના મોત સાથે રાજયમાં આજ દિન સુધીમાં 11055 મોત નોંધાયા છે.
મોરબી
મોરબી જિલ્લામાં કોરોના ધીમેધીમે માથું ઊંચકી રહ્યો છે અને સતત કેસ વધી રહ્યા છે દરમ્યાન મોરબી જિલ્લામાં શુક્રવારે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 34 પોઝિટિવ નોંધાયેલ છે જેમાં મોરબી ગ્રામ્યમાં 11, મોરબી શહેરમાં 5, હળવદ ગ્રામ્યમાં 12, ટંકારા 3, માળીયા 2 અને વાંકાનેર શહેરમાં 1 કેસ નોંધાયેલ છે
મોરબી જિલ્લામાં શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે 1012 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી 34 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવેલ છે જેમાં મોરબી ગ્રામ્યમાં 11, મોરબી શહેરમાં 5, હળવદ ગ્રામ્યમાં 12, ટંકારા 3, માળીયા 2 અને વાંકાનેર શહેરમાં 1 કેસ નોંધાયેલ છે આજની તારીખે મોરબી જીલ્લામાં સતત એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે ત્યારે આજની તારીખે મોરબી જીલ્લામાં 176 કોરોનાના એક્ટિવ કેસ નોંધાયેલ છે અને જો કે, અગાઉ જે લોકોને કોરોના પોઝિટિવ આવેલ છે તેમાંથી 23 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે
ભાવનગર
ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવ ના વધુ ચાર દર્દી નોંધાયા છે. આ સાથે ભાવનગર શહેરમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 27 ને આંબી ગઈ છે. ભાવનગર શહેરમાં કોરોનાએ પાછો ધીમી ગતિએ ઉથલો માર્યો છે.