રાજકોટ,તા.1 : દારૂની હેરાફેરી માટે લોકો અવનવા કીમીયા અપનાવિને જલ્દી રૂપિયા વાળા બનવાની પેરવી કરતા હોય છે. જેમાં હવે એસ.ટી.વિભાગ પણ બાકાત નથી છાશવારે એસ.ટી.માં ડ્રાઈવર પરપ્રાંત માંથી દારૂનો જથ્થો લઈ, સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાનું સેદઝોન માને છે.અને પોલીસ પણ સક્રીયતા દાખવીને અવા કર્મચારીને પકડી લેતી હોય છે.
તેવો જ દરોડો એ ડિવિઝન પોલીસે સાંજે વ્હેલી સવારે પાડીને દારૂના જથ્થા સાથે એક ડ્રાઈવરને પકડી પાડયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર એ.ડીવીઝન પોલીસ મથકના પી.આઈ.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.જી.એન.વાઘેલ, ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં
ત્યારે એસ.ટી.ના ટ્રાફિક ઈન્સ્પેકટર એન.જી.ધાંધલે કોલ દ્વારા જણાવેલ કે દાહોદ કેશોદ રૂટની એસ.ટી.બસમાં વાંધાજનક વસ્તુ મળેલ હોઈ જે કોલના આધારે સ્ટાફે બસપોર્ટ પર જઈ પ્લેટફોર્મ નં.19 પર ઉભેલ દાહોદ-કેશોદ રૂટની બસમાં ચેકીંગ કરતાં ડ્રાઈવર સીટ પાછળ પડેલ ઘેલામાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 21 બોટલ મળી આવતાં પોલીસે ડ્રાઈવર આલીંગ નામ સીસોદીયા (રહે.એકલેરા, કેશોદ)ને દબોચી રૂ।.12800નો મુદ્દામાલ કબ્જે કરી દારૂનો જથ્થો કયાંથી લાવ્યો
અને કયાં સપ્લાય કરવાનો હતો તે અંગે પુછપરછ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા શ્રીનાથજી રાજકોટ એસ.ટી.બસનો ડ્રાઈવર પીધેલી હાલતમાં યાજ્ઞીક રોડ, પર નિકળ્યો ત્યારે તેનું બાઈક સ્લીપ થતાં દારૂની બોટલોની રોડ પર રેલમછેલ થઈ હતી.અને સ્થાનીકો દારૂ લેવા પડાપડી કરતાં હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો. પોલીસે તાત્કાલીક દરકતમાં આવી અને ડ્રાઈવરની ધરપકડ કરી કાર્યવાહી કરી હતીં.