રાજકોટ તા.1 : કાલાવડના ખડ ધોરાજી ગામે રહેતી ક્રિષ્નાબેન રાણાભાઈ શિયાળ (ઉ.17) ગત બપોરે ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી. વધુ મળેલ વિગત અનુસાર, ક્રિષ્નાના પિતા ખડ ધોરાજીના ખેડુત લક્ષ્મણભાઈની વાડી ભાગમાં રાખી ખેતીકામ કરતા અને ત્યાં જ રહેતા હતા. ગત રોજ ક્રિષ્નાને સાત હજાર વાળો મોબાઈલ લેવો હોય જે અંગે તેની માતાએ બે હજારનો મોબાઈલ લેવાનું કહેતા તેનું તેને માઠુ લાગી આવતા પગલું ભરી લીધું હતું.