♦ સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ 70 થી 80 ટકા ભેજ સાથે ઠંડક અનુભવાઈ
રાજકોટ,તા.1
વેર્સ્ટન ડિર્સ્ટબન્સની અસર હેઠળ સૌરાષ્ટ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ઠેર-ઠેર માવઠું વરસ્યા બાદ ગઈકાલે સાંજ થી રાજય ઉપરથી વેર્સ્ટન ડિર્સ્ટબન્સ પસાર થઈ ગયું છે. આથી હવે આજથી રાજયમાં કયાંય વરસાદની શકયતા નથી અને વાતાવરણ સંપૂર્ણ સૂર્ય પ્રકાશિત રહેશે.
ઉપરાંત આજથી સવાર અને બપોરનાં તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થવા સાથે ગરમીનાં પ્રમાણમાં ક્રમશ: વધારો થશે તેવું રાજય હવામાન, કચેરીનાં ડાયરેકટર મનોરમા મોહંતીએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચિતમાં જણાવેલ હતું.
દરમ્યાન આજે સવારથી જ રાજકોટ સહિત રાજયમાં મોટાભાગમાં સ્થળોએ સંપૂર્ણ સૂર્ય પ્રકાશિત વાતાવરણ રહેવા પામ્યુ હતું. આજે સવારનાં ભાગે ઠેર-ઠેર હવામાં ભેજ વધુ રહેવા સામાન્ય ઠંડકનો અનુભવ થયો હતો. રાજકોટ શહેરમાં આજે સવારે હવામાં 83 ટકાભેજ સાથે લઘુત્તમ તાપમાન 21.3 ડિગ્રી નોંધાયું હતું.
ઉપરાંત અમદાવાદમાં આજે સવારે 73 ટકા ભેજ સાથે 22.5 ડિગ્રી લધુત્તમ તાપમાન, ભાવનગરમાં 71 ટકા ભેજ સાથે 29.6 ડિગ્રી તાપમાન, ભૂજમાં 81 ટકા ભેજ સાથે 20.2 ડિગ્રી લઘૂતમ તાપમાન દિવમાં સવારે 83 ટકા ભેજ સાથે 19.5 ડિગ્રી, જૂનાગઢમાં 80 ટકા ભેજ સાથે 22.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.