રાજકોટ તા.1
પોરબંદરના બાણેજ ગામે રહેતો કિશન લાખાભાઈ કોડીયાતર (ઉ.25) ગતરોજ શરૂ થયેલા માધુપુરનો મેળો મહાલવા રાત્રીના સમયે ગયેલ હતા જયાં મેળાનો આનંદ લેતા લેતા તે ચકડોળમાં બેઠો હતો. ત્યારે અચાનક ચકડોળની બોગી તુટતા યુવક નીચે પટકાયો હતો.
જેને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. પ્રાથમીક સારવાર માધુપુર લીધા બાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં કસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટફે પોરબંદર પોલીસને જાણ કરી હતી.