જેતપુર ખાતે રામ જન્મોત્સવની શોભાયાત્રામાં સામેલ થતા વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા: રાદડીયા સહિતના આગેવાનો જોડાયા

01 April 2023 12:00 PM
Jasdan Saurashtra
  • જેતપુર ખાતે રામ જન્મોત્સવની શોભાયાત્રામાં સામેલ થતા વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા: રાદડીયા સહિતના આગેવાનો જોડાયા

મર્યાદા પુરુષોત્તમશ્રી રામ ભગવાનના જન્મોત્સવ પ્રસંગે જેતપુર ખાતે પરંપરાગત રીતે યોજાતી શોભા યાત્રામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સામેલ થયા હતા. રામ જન્મોત્સવ સમિતિ અને નૃસિંહ મંદિર, જેતપુર દ્વારા ભગવાન શ્રી રામના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે ભવ્ય શોભા યાત્રા જેતપુર શહેરમાં સંતો મહંતો ,ભાવિકોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી,

જેમાં મંદિરના મહંત કનૈયાનંદજી મહારાજએ દંડક જગદીશભાઈ મકવાણાને આશીર્વચન આપ્યા હતા. સ્વામિનારાયણ ગાદી સ્થાનની દંડક જગદીશભાઈ મકવાણાએ મુલાકાત લઇ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, યુવા અગ્રણી પ્રશાંતભાઈ કોરાટ, માજી મંત્રી જસુમતીબેન કોરાટ, લલિતભાઈ રાદડિયા, શ્રી સુરેશ સખરેલીયા તેમજ આગેવાનો શોભા યાત્રામાં જોડાયા હતા. શ્રી રામ જન્મોત્સવ સમિતિ, જેતપુરના અધ્યક્ષ મનોજ ભાઈ પારધી, મનોજભાઈ રબારી, શ્રી કલ્પેશ રાંક અને તેમની ટીમ સાથે વિવિધ સંસ્થાઓએ શોભાયાત્રા માટે જહેમત ઉઠાવી હતી.

Related News

Advertisement
Advertisement