રાજુલા, તા.1 : ખાંભાના મોટાબારમણ-પીંછડી નવા મંજુર થયેલ માર્ગનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું આ માર્ગ બનાવવા લોકોએ કરેલી રજુઆત બાદ માર્ગ મંજુર થયો હતો સુવિધામાં વધુ એક વધારો કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ તકે દંડક કૌશિકભાઈ વેકરીયા સંસદસભ્ય નારણભાઇ કાછડીયા રાજુલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા લાઠી લીલીયા ધારાસભ્ય જનકભાઈ તલાવીયા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ ખરીદ વેચાણ સંઘના ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ બાબુભાઇ રામ સહિતના સરપંચો આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત છે કે રાજુલા જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં રસ્તાનું ખાતમુરત કરવા માટે અમરેલી જિલ્લાના સાંસદ તેમજ પાંચ સીટના ધારાસભ્યો એક મંચ ઉપર આવ્યા છે ત્યારે પ્રથમ વખત એવું ખાતમુરત યોજાયું હતું જેમાં પાંચે ધારાસભ્ય અને સંસદ સભ્ય સહિત આખું પ્રતિનિધિ મંડળ એક મંચ ઉપર હતું.