માધવપુરમાં શ્રીકૃષ્ણ ભગવાનનું ફુલેકુ નીકળ્યું: પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું

01 April 2023 12:22 PM
Porbandar Gujarat
  • માધવપુરમાં શ્રીકૃષ્ણ ભગવાનનું ફુલેકુ નીકળ્યું: પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું
  • માધવપુરમાં શ્રીકૃષ્ણ ભગવાનનું ફુલેકુ નીકળ્યું: પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું
  • માધવપુરમાં શ્રીકૃષ્ણ ભગવાનનું ફુલેકુ નીકળ્યું: પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું

ઢોલ-શરણાઈનાં તાલે ડાંડીયા રાસની જમાવટ: કિર્તીદાન ગઢવીએ જંગી મેદનીને ડોલાવી: આજે રાત્રે ત્રીજુ ફુલેકુ નીકળશે: કાલે મામેરા ભરાશે

(આશીષ પોપટ)
માધવપુર (ઘેડ) તા.1
માધવપુર ઘેડમાં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ચાલી રહ્યો છે. તેમાં દશમના દિવસે તા.31/3/23ના નીકળેલ શ્રી કૃષ્ણનું ફુલેકુ માનવ મહેરામણ સાથે વાજતે ગાજતે ઢોલ-શરણાઈના સૂરે દાંડીયા રાસની રમઝટ સાથે હર્ષ ઉલ્લાસ પૂર્વક સંપન્ન પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.

આજે તા.1/4/2023ને અગીયારસના રાત્રે ત્રીજુ ફુલેકુ નીકળશે. રાબેતા મુજબ માધવરાય મંદિરેથી ફુલેકુ નીકળશે અને બ્રહ્મકુંડે પહોંચશે. તા.2/4/2023 એટલે કે આવતીકાલે બારસના દિવસે કડછા ભાઈઓ શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીના મામેરીયાત કહેવાય છે તે કડછ ગામેથી ઉંટ, ગાડા, ઘોડા, ડીજે લઈ નાચતા કુદતા મામેરુ લઈ કૃષ્ણ-રૂક્ષ્મણી મંદિરે માધવ ચોકમાં આવશે.

માધવરાય મંદિરે ધજા ચડાવશે પછી માધવ ચોકમાં લોકોને તલવારબાજી, ઘોડાઓની કરામત, દુહા વગેરેથી મંત્રમુગ્ધ બનાવશે મામેરુ ભગવાનને ભરશે (પુરશે) ત્યાર બાદ કડછ ગામના ભાઈઓ મામેરીયાતો જલારામ મંદિરની બાજુમાં આવેલ સમસ્ત મહેર સમાજની વંડીએ અબીલ ગુલાલ ઉડાવતા નાચતા કુદતા વિશ્રામ માટે પહોંચશે. અને ત્યાં ભજન ભોજન કરી વિશ્રામ કરશે. ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન બપોરના 3થી 4 વચ્ચે રૂક્ષ્મણીજીને પરણવા જવા એન્ટીક રથમાં નીકળશે.

આ મેળામાં ગઈકાલે તા.31/3/2023ના રોજ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી અને જગદીશભાઈ ત્રિવેદી આ નામી કલાકરોએ સ્ટેજ પ્રોગ્રામ આપેલ હતો. આ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી હતી.

મેળામાં પોરબંદર જિલ્લા ઉપરાંત ગુજરાત- સૌરાષ્ટ્ર- કચ્છ ઉપરાંત દેશભરમાંથી ભાવિકો ઉમટી રહ્યા છે. પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર ઘેડ પંથકમાં આનંદ ઉલ્લાસ છવાયો છે.


Related News

Advertisement
Advertisement