(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.1
રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અલ્લાઉદીન ફોગનો આજે જન્મ દિવસ છે. અલ્લાઉદીન ફોગે ટૂંકા ગાળામાં રાજકીય ક્ષેત્રે ખૂબ સારી પ્રગતિ પાર્ટીમાં કામગીરી કરેલ છે. અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં જસદણ તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે સારી સેવા આપેલછે હાલ તેઓ રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ, પ્રધાનમંત્રી 15 મુદા અમલીકરણ સમિતિનામાં,વકફ કમિટીમાં પ્રમુખ તરીકે સેવા આપી રહિયા છે.
તેઓ ભાજપના એક મોટા ગજાના નેતાના અંગત વિશ્વાસુ છે અને રાજકોટ જીલ્લા ભાજપમાં પણ સારી લોકચાહના ધરાવે છે. સરળ અને સીધા સ્વભાવના અલ્લાઉદીન ફોગના જન્મ દિવસ નિમિત્તે રાજકીય અગ્રણીઓ,સેવાકીય સંસ્થાઓ,ધાર્મિક અગ્રણીઓ તરફથી તેમના મો.નંબર 94272 53388 પર શુભેરછાઓ પાઠવી રહ્યા છે.