ઈસ્લામાબાદ તા.1 : પાકિસ્તાનમાં રોજબરોજ હાલત ખરાબ થતી જાય છે અને અહી પવિત્ર રમઝાન માસ ચાલતો હોવાથી ગરીબો માટે ખાદ્ય સામાન પણ ઉપલબ્ધ નથી તે સમયે અહીના કેટલાક સ્વૈચ્છીક સંગઠનો દ્વારા ગઈકાલે શુક્રવારે ગરીબોને ખાદ્ય સામાન તથા અન્ય જરૂરી ચીજો આપવામાં આવી રહી હતી
તે સમયે સર્જાયેલી ધકકામુકકી અને ભાગદોડમાં આઠ મહિલાઓ અને ત્રણ બાળકો સહિત 12 લોકો માર્યા ગયા છે. પાકિસ્તાની અખબારી રિપોર્ટ મુજબ પંજાબ પ્રાંતમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર આ પ્રકારે સખાવતી સંસ્થાઓના સહયોગથી અનાજ અને અન્ય આવશ્યક ચીજો રમઝાન માસ દરમ્યાન પુરી પાડે છે ઉપરાંત કેટલાક મુસ્લીમ રાષ્ટ્રો તરફથી પણ પાકિસ્તાનના ગરીબો માટે આ પ્રકારની સહાય મોકલવામાં આવી છે
તે સમયે કરાચીમાં આ મફતનું અનાજ લેવા જતા સમયે ઓચિંતા જ અહી ભારે ધકકામુકકી વચ્ચે વિજળીનો એક થાંભલો તૂટી પડયો હતો અને જીવતા વાયરથી લોકોને કરંટ લાગતા તેમાં 12 લોકોના મૃત્યુ થયા છે. 29 ગંભીર ઘાયલ છે અને મૃત્યુઆંક ઉચો જઈ શકે છે.