નવી દિલ્હી
દેશમાં આ રામનવમી સૌથી તનાવ સર્જક બની રહી છે. ગુજરાતમાં વડોદરા અને મોરબી બાદ બિહાર-પ.બંગાળમાં રામનવમીની શોભાયાત્રા પર હુમલા અને દિલ્હીમાં પણ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જે રીતે જહાંગીરીપુરામાં શોભાયાત્રા યોજવી પડી હતી તે માટે ઝારખંડમાં પણ તે આગ પહોચી ગઈ છે.
આ રાજયના બિહાર શરીફ અને સાસારામમાં તોફાની ટોળાએ શોભાયાત્રાના 48 કલાક બાદ રહેણાંક સહિતના વિસ્તારોમાં ઘુસીને મકાનો તથા દુકાનો પર પત્થરબાજી અને આગજની કરી હતી.
સાસારામમાં પરીસ્થિતિ વધુ ગંભીર જણાતા તેમાં પોલીસે તોફાની ટોળાને વિખેરવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. અહી બંગાળ સ્ટાઈલથી હિંસા જોવા મળી હતી. ગઈકાલે જેના દ્રશ્યો અહી સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહ્યા છે. પોલીસે આ બારામાં હજુ સુધી 30થી વધુ લોકોની ધરપકડ કરી હતી.