► પથ્થરબાજોને મમતાએ કલીનચીટ આપ્યાનો સ્મૃતિનો આરોપ
નવી દિલ્હી, તા. 1
કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ હાવડામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાને લઇને પશ્ર્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. સ્મૃતિ ઇરાનીએ સીએમ મમતા પથ્થરબાજોને કલીનચીટ આપવાનો આરોપ લગાવી કહ્યું હતું કે કયાં સુધી હિન્દુ સમુદાય પર હુમલા કરાવતી રહેશે મમતાબેનર્જી.
સ્મૃતિએ આરોપ લગાવ્યો હતો કે હાવડામાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પણ રાજયની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પથ્થરબાજોને કલીનચીટ આપી દીધી હતી. સવાલ એ છે કે મમતા કયાં સુધી હિન્દુ સમુદાય પર હુમલા કરાવતી રહેશે.
મંત્રીએ કહ્યું હતું કે, આ પહેલી ઘટના નથી જે મમતાના કાર્યકાળમાં બની હોય આ પહેલા ર0રરમાં લક્ષ્મી પૂજા પર જયારે દલિત પૂજા કરી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરાયો ત્યારે મમતા ચૂપ હતી.