કરોડો વર્ષ પહેલા પૃથ્વી પર વિહરતા વિશાળકાય પ્રાણી ડાયનાસોરની દુર્લભ પ્રજાતિ ટાયરાનોસોરસ રેકસના હાડપિંજરની હરાજી થશે. આ પ્રજાતિને ટીઆરએકસ-293 ટ્રીનીટી પણ કહેવામાં આવે છે.
6.7 કરોડ જૂના આ ડાયનાસોરના હાડપિંજરની હરાજી 18 એપ્રિલે સ્વીટઝર્લેન્ડના જયુરિખમાં થશે. આ લગભગ 13 ફુટ લાંબા અને 38 ફૂટ ઉંચા ડાયનાસોરના હાડપિંજરમાં 293 હાડકાં છે.