(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી, તા.1 : મોરબીના જુલતા પુલ દુર્ઘટના કેસમાં પકડાયેલા આરોપી જયસુખ પટેલ હાલમાં મોરબીની જેલમાં છે અને આજે તેને ગભરામણ અને છાતીમાં દુખાવો થતાં મોરબી સબ જેલમાંથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા તેવું જેલના સત્તાધીશો પાસેથી જાણવા મળ્યું છે
મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે મોરબી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી મૂકી છે તેનો હજુ સુધી કોર્ટે કોઈ ઓર્ડર કરેલ નથી અને તેની રાહ જોવાઈ રહી છે ત્યારે આજે મોરબીની જેલમાં રહેલા આરોપી જયસુખભાઈ પટેલને ગભરામણ અને છાતીમાં દુખાવો થતાં
તેને મોરબીની સબ જેલમાંથી મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યારે ડોક્ટરે તેની સારવાર કરી હતી અને બીપી, ગભરામણ તથા છાતીમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે લાવ્યા હોવાનું જેલના સત્તાધીશ પાસેથી જાણવા મળ્યું છે અને આગામી સોમવારે ન્યૂરો સર્જનને બતાવવા માટે મોરબી સિવિલના ડોક્ટરે કર્યું હોવાનું જાણવા મળેલ છે