રાજકોટ, તા. 1 : રાજકોટ શહેરમાં ગઇકાલે કોરોનાના રર કેસ નોંધાયા છે. અગાઉના દિવસોની સરખામણીએ છેલ્લા બે દિવસમાં કેસમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. શહેરમાં હવે એકટીવ કેસનો આંકડો 168 થયો છે અને તે પૈકી બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 18 વર્ષ હેઠળના 10, 18 થી 44ના 70, 45થી 60ના 59 અને 60 વર્ષ ઉપરના 29 દર્દીનો સમાવેશ થાય છે.
શુક્રવારે જે નવા 22 દર્દી નોંધાયા તે તમામે વેકસીનના બે થી ત્રણ ડોઝ લીધેલા છે. જે વિસ્તારમાં નવા કેસ મળ્યા તેમાં વોર્ડ નં.1ના બજરંગવાડી, શિવાજી પાર્ક, ગાંધીગ્રામ, માડીયા કવાર્ટર, વોર્ડ નં.8ના ગવ.કોલોની, રત્નમ સીટી, માધાપર, ઇન્દ્રપ્રસ્થનગરમાં 4, કોટેચા ચોક, એસ્ટ્રોન સોસાયટી, માલધારી સોસાયટી-1નો સમાવેશ થાય છે. આ ઉપરાંત વોર્ડ નં.3માં જંકશન પ્લોટ સહિત 3 કેસ નોંધાયા છે. વોર્ડ નં.16માં જંગલેશ્ર્વર, વોર્ડ નં.11ના મવડી, વોર્ડ નં.4ના કેસરી પુલ પાસે પણ નવા કેસની નોંધણી થઇ છે. જોકે તમામ દર્દીઓ સ્વસ્થ હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.