મુંબઈ: બોલીવુડ અભિનેતા સલમાનખાનને કાળીયાર-શિકાર બદલ માફી માંગવા અથવા મોતનો સામનો કરવા તૈયાર રહેવા ધમકી આપનાર લોરેંસ બિશ્નોઈ ગેંગે હવે શિવસેના ઉદ્ધવ જૂથને સાંસદ સંજય રાઉતને પણ ધમકી ભર્યા સંદેશ મોકલાવે છે અને પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની માફક તેની પણ હત્યા કરવાની ધમકી આપી છે.
સંજય રાઉતે દાવો કર્યો કે, મહારાષ્ટ્રમાં નવી સરકાર આવ્યા બાદ તેની સુરક્ષામાં ઘટાડો કરાયો છે અને હવે મને ધમકી મળી રહી છે જે અંગે તે પોલીસને જાણ કરી છે. મુસેવાલાની ગત વર્ષ તા.29 ના રોજ પંજાબના માનસામાં હત્યા કરવામાં આવી હતી.
જેમાં લોરેંસ મુસેવાલા ગેંગની ભૂમિકા ખુલી છે. મુસેવાલાના પિતાને પણ લોરેંસ બિશ્નોઈ ગેંગનું નામ નહી લેવા ધમકી આપી છે તેને અગાઉ પણ મારી નાખવાની ધમકી અપાઈ હતી.