રાજકોટ:તા.1 : ફ્રેન્ચ ફેશન, ફ્રેન્ચ રોમેન્સ, ફ્રેન્ચ આર્ટ, ફ્રેન્ચ ઓપેરા, ફ્રેન્ચ ટેકનોલોજી, ફ્રેન્ચ ઓટોમોબાઈલ, ફ્રાન્સની ગાડીઓ, ફ્રાન્સનું કેટલું બધું વખણાય! ફ્રાન્સ વિશ્ર્વ પ્રસિદ્ધ દેશ છે. ફ્રાન્સનું શહેર પેરીસ સદીઓથી સમગ્ર દુનિયાને આકર્ષે છે. ફ્રાન્સનું સાહિત્ય હોય કે ફ્રાન્સનું કલ્ચર- ભારતીયો માટે તે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ફ્રાન્સ માટે આટલું આકર્ષણ હોવાનું કારણ એ કે ફ્રાન્સનો ઈતિહાસ સમૃદ્ધ અને હાડમારીઓથી ભરેલો છે. ભારતની મીલીટરીમાં ઘણા ફ્રેન્ચ શસ્ત્રો છે. ઇન્ડિયન એરફોર્સ મીરાજ જેવા ફાઈટર જેટ ધરાવે છે જે ફ્રાન્સના છે.
હિટલરના સૈન્યને વિશ્ર્વયુદ્ધમાં હરાવનારો આ દેશ છે. ફ્રેન્ચ સૈનિકોની દેશદાઝ ઉપર હોલીવુડમાં અદભુત ફિલ્મો બની ગઈ છે. યુદ્ધ અને ક્રાંતિનો ભરચક ઈતિહાસ ધરવતા દેશ પાસે ટેકનોલોજી અને એન્જીનીઅરીંગ અવ્વલ કક્ષાનું હોય. ફ્રાન્સે ફેશન વર્લ્ડમાં લુઈ વીતોન કે શેનલ જેવી બ્રાન્ડ આપી તો કોસ્મેટીક્સમાં લોરિયલ જેવી જાણીતી બ્રાન્ડ આપી. એક સદીથી ફ્રાન્સ દુનિયાને પોતાની શ્રેષ્ઠ ઓટોમોબાઈલ ટેકનોલોજીથી ઉત્તમમાં ઉત્તમ અને અતિઆધુનિક ગાડીઓ આપતું રહે છે. હવે રાજકોટ-ગુજરાતના રસ્તાઓ ઉપર ફ્રાન્સની હાઈ-ટેક અને લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ એવી ગાડીઓ પાણીના રેલાની જેમ દોડતી જોવા મળશે અને તે ગાડીનું નામ છે:
સીટ્રોન! સીટ્રોન - ભારતની ગાડીઓની દુનિયાના સમીકરણો બદલવા માટે ફ્રાન્સે ગુજરાતમાં આ કાર લોન્ચ કરી છે. રોલ્સ રોયસ ગાડીને જે કંપની સસપેન્શન બનાવીને આપે છે એ જ કંપની પોતાની કારના સૌથી લેટેસ્ટ મોડેલો સાથે આવી રહી છે. સીટ્રોન કંપની તો વિશ્વયુદ્ધના સમયમાં ગીઅરના ઈક્વીપમેન્ટ બનાવતી. એક સમયે તેની એસેમ્બલી લાઈનમાં પચાસ હજાર કરતા વધુ શેલ બનતા જે યુદ્ધના કામમાં આવતા. વિશ્વયુદ્ધ પૂરું થઇ ગયા પછી આન્દ્રે સીટ્રોન નામના વિઝનરી ફ્રેન્ચ ઈજનેરે પ્રજા માટે ગાડી બનાવવાનું ચાલુ કર્યું. ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ ધરાવતી આખી ગાડી ઓટોમેટીક એસેમ્બલી લાઈનમાં બનતી હોય
તો એવી આ પ્રથમ કંપની બની. હેડલાઈટનું લેવલ પણ અપ-ડાઉન કરી શકાય એવી ટેકનોલોજીથી લઈને ઘણી ટેકનોલોજી સીટ્રોન કંપનીએ શોધી અને એ બાબતમાં તેણે તે સમયની જનરલ મોટર્સ કે ફોર્ડ જેવી કંપનીઓને પણ પાછળ પાડી દીધી. એક રીતે જોઈએ તો આન્દ્રે સીટ્રોન તે સમયના એલન મસ્ક હતા. તેમની ગાડીએ ઈતિહાસ બનાવ્યો. સીટ્રોન એકસાથે પેટ્રોલ હેચબેક કાર, ફુલ્લી લોડેડ એસયુવી કાર અને ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરે છે જે અનુક્રમે C3, e-C3 અને CS aircross SUV છે. એકસો કરતા વધુ વર્ષનો કંપનીનો અનુભવ છે. આ જ કંપનીએ હેલીકોપ્ટર પણ બનાવ્યું છે. દુનિયાના સોએક દેશોમાં લાખો ગાડીઓ વેચી છે
અને અત્યાર સુધી સો-સવા સો જેટલા મોડેલ સફળતાપૂર્વક બનાવ્યા છે. દુનિયાના ઘણા શોખીનોના કલેક્શનના કાફલામાં સીટ્રોનની વિન્ટેજ કારના ઘણા મોડેલો અદબપૂર્વક શોભે છે. સ્ટેલાન્ટીસ ઓટોમોબાઈલ કંપનીઓનું જાયન્ટ ગ્રુપ છે જેમાં ફીઆટ, જીપ, ઓપેલ, ક્રાઈસલર જેવી વર્લ્ડ રીનોન કંપનીઓ જોડાયેલી છે. સીટ્રોન પણ એમાંની એક છે માટે તેમાં દુનિયાના શ્રેષ્ઠ ઓટોમોબાઈલ એન્જીનીઅર્સ, આઈ-ટી નિષ્ણાતો તથા શ્રેષ્ઠ ડીઝાઈનરોના ઉત્કૃષ્ટ સર્જનનો સુભગ સમન્વય થયો છે. દરેક ગાડીના એક એક ઇંચ ઉપર પર્સનલ ધ્યાન આપવામાં આવ્યું છે. મોટા ફીચર્સની વાત અત્યારે બાજુ ઉપર રાખીએ તો, ઘણા વ્યક્તિઓને મોશન સિકનેસ હોય છે
એટલે ટ્રાવેલિંગ દરમિયાન ઉલટી થાય. સીટ્રોને ઊંડા રીસર્ચ પછી તેનું કારણ શોધ્યું, ગાડીની પાછળની સીટની હાઈટ, તેની ગાડી અને ત્યાં બેઠા પછી બારી તથા આગળના વિન્ડશિલ્ડમાંથી દેખાતા વ્યુને એ રીતે એડજેસ્ટ કર્યા કે ઉલટી આવવાની કે ચક્કર લાગવાની શક્યતા નહીવત થઇ જાય. ઉબડખાબડ રસ્તા ઉપર પણ સીટ્રોન ગાડી દોડતી નથી પણ હવામાં સ્મુધલી ઉડે છે એવી ‘ફલાયિંગ કાર્પેટ’ ઈફેક્ટ હોય કે ખુબ મોટી બુટસ્પેસ આપતી ડેકી હોય, સીટ્રોન ઈઝ નંબર વન ઇન ફીચર્સ. ગાડીમાં મુસાફરી કરવી એ માત્ર ઘટના નથી પણ જિંદગીનો એક મહત્વનો ભાગ છે. માટે કાર ડ્રાઈવિંગને લાઈફસ્ટાઈલનો જ એક ભાગ ગણતી આ કંપનીએ બહારની પ્રદુષિત હવા ગળાઈને ગાડીના એરકન્ડીશનમાં પ્રવેશે એવી વ્યવસ્થા ગોઠવી, હાથ ન અડાડવો પડે અને હવામાં પગ ફેરવવાથી ડેકી ખુલી જાય એવી કલ્પનાતીત ફેસીલીટી આપી, ગાડીની અંદરની દરેકે દરેક સીટ જુદા જુદા એંગલ ઉપર એડજસ્ટ થઇ શકે
એવી પુશ-બેક સીસ્ટમ આપી; લેવીશ ડેશબોર્ડ, થીએટર જેવી મ્યુઝીક સીસ્ટમ, સેફટી ફીચર્સ બતાવતું ડિસ્પ્લે, ઢાળ ચડતા કે ઢાળ ઉતરતા ગાડી પોતાના કંટ્રોલમાં રહે કે પાછળ ન ભાગે એવા જુદા જુદા ડ્રાઈવિંગ મોડ, ચાર્જીંગ પોઈન્ટથી લઈને મિરર સ્ક્રીન સુધી, પેરેલલ પાર્કિંગ કે પાર્કિંગ આસિસ્ટન્ટ સુધીના ફીચર્સથી સીટ્રોન ગાડીનો એક એક ઇંચ બન્યો છે. કીચડ વાળો રસ્તો, રેતી વાળો રસ્તો, ભીનો રસ્તો, લપસણો રસ્તો, ખડકાળ કઠણ રસ્તો દરેકમાં
આ ગાડી પાણીના રેલાની જેમ સરળતાથી ચાલે છે. તેની સેફટી રેટિંગ બેસ્ટ છે અને તેનું ગ્રાઉન્ડ કલીઅરન્સ ટોપ લેવલનું છે. રાજકોટનું સુખ્યાત આન ગ્રુપ ફ્રેન્ચ ગાડી લઈને આવ્યું છે. હીરો, હોન્ડા, સુઝુકી, ટીવીએસ, વેસ્પા, ઝુડીઓ, વર્લ્ડ ઓફ ટાઈટન, કેરેટલેન, ફર્ન હોટેલ્સ અને માધવના નામથી ઘણી બધી રીઅલ એસ્ટેટની સ્કીમો સાથે જોડાયેલું આ અનુભવી ગ્રુપ હવે રાજકોટ-ગુજરાતના રસ્તાઓ ઉપર ફ્રેન્ચ ગાડીઓ મુકશે. માર્કેટિંગ, બ્રાન્ડીંગ, સેલ્સ, આફ્ટર સેલ્સ સર્વિસના ક્ષેત્રમાં વર્ષોનો અનુભવ આ પ્રતિષ્ઠિત ગ્રુપ ધરાવે છે. જુદા જુદા વાહનોના વેચાણ અને તેની સર્વિસમાં આન ગ્રુપની માસ્ટરી બેજોડ છે. સીટ્રોન ગાડી ફ્રેન્ચ ક્રાંતિની જેમ ભારતના રસ્તાઓમાં ઓટોમોબાઈલ ક્રાંતિ લાવશે.