રામનવમીએ પાંચ હજાર બાળકો અને વડીલો વિનામૂલ્યે રામવનમાં ફર્યા

01 April 2023 04:11 PM
Rajkot
  • રામનવમીએ પાંચ હજાર બાળકો અને વડીલો વિનામૂલ્યે રામવનમાં ફર્યા

કુલ સાડાસાત હજાર લોકો રજામાં અર્બન ફોરેસ્ટનની મુલાકાતે

રાજકોટ,તા.1
ભગવાન શ્રી રામના આદર્શોથી આજની યુવા પેઢી તેમજ બાળકો અવગત થાય અને પોતાના જીવનમાં અમલમાં મૂકે, તે ઉમદા હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ પાસે નરામવન - ધ અર્બન ફોરેસ્ટનપ બનાવવામાં આવેલ છે. તેમાં ગઈકાલે રામનવમીના દિવસે 12 વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકો તથા સીનીયર સિટીઝનો માટે રામવનમાં નિ:શુલ્ક પ્રવેશ રાખવામાં આવેલ જેમાં નાની ઉંમરના બાળકો તથા સીનીયર સિટીઝનો કુલ 5000થી વધુ અને પુખ્ત વયના કુલ 2500થી વધુ નાગરિકોએ મુલાકાત કરી, તેમ મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા તેમજ બાગ બગીચા અને ઝૂ કમિટીના ચેરમેન અનિતાબેન ગૌસ્વામીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

આજી ડેમ નજીક 47 એકર જમીનમાં અંદાજિત રૂ. 13.77 કરોડના ખર્ચે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના જીવનચરિત્ર, મૂલ્યો અને આદર્શો દર્શાવતું સમગ્ર ભારતભરનું પ્રથમ ઐતિહાસિક અર્બન ફોરેસ્ટા બનાવવામાં આવેલ છે. અર્બન ફોરેસ્ટ ખાતે શ્રીરામના જીવન સાથેની થીમ જોડાતા આ જગ્યા લોકો માટે પૌરાણિક કાળનાં જીવંત અનુભવ જેવી બનાવી શકાય એવો ઉદ્દેશ્ય છે.આ ઉપરાંત રામવનમાં રામ સેતુ બ્રીજ, એડવેન્ચર બ્રિજ, કુદરતી પાણીના સ્રોતનું નવીનીકરણ, ચિલ્ડ્રન પ્લે-ગ્રાઉન્ડ, 150ની કેપેસિટીનું એમફીથિયેટર, રાશિવન અન્ય આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે.જુદી જુદી 22 પ્રતિકૃતિ મુકવામાં આવેલ છે.


Related News

Advertisement
Advertisement