આજી ડેમ પાસે દુરદર્શન કેન્દ્ર નજીક આવેલા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનમાં ટાંકામાં પડી જવાથી કોન્ટ્રાકટરના મજુરનું અવસાન થયું હતું. જેની લાશ સ્વીકારતા પૂર્વે આજે પરિવારજનો અને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મ્યુનિ. કમિશ્નર, કલેકટર અને પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી.
મનપા ખાતે ડે.કમિશ્નર આશીષકુમારે આગેવાનોએ આવેદનપત્ર પાઠવી આવાસ, પરિવાર માટે નોકરી, આર્થિક સહાય સહિતની માંગણી કરી હતી. તંત્ર દ્વારા નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી અપાઇ હતી. જે રજુઆત કરતા આગેવાનો જોવા મળે છે. (તસ્વીર : પંકજ શીશાંગીયા)