રાજકોટ,તા.1
ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂજ્ય ગુરુદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય સદગુરુદેવ પૂજ્ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબ નવ દિવસીય આધ્યાત્મિક આત્મોન્નતિકારક સાધના અનુષ્ઠાનમાં તારીખ 22/3 થી તારીખ 30/3 સુધી બિરાજમાન હતા.
ગઇકાલે સવારે 6:45 કલાકે દિવ્યસાધનાલય યતિવર્ય પૂજ્ય શ્રી ગાંગજીવીરઋષિજી ની સાધના સમાધિની દિવ્યભૂમિ કાલાવડ શીતલા માં સર્વેને દર્શન વંદનનો લાભ આપી માંગલિક ફરમાવેલ.
આ અવસરે સદગુરુદેવે સાધના, આરાધના, ઉપાસના વિશે ગહન સમજણ આપેલ.સાધના એટલે સાધી લેવું.સ્વયંને સંભાળી લેવા. સ્વયંને તપાસી લેવા. સ્વયંને શક્તિશાળી બનાવી લેવા. તપસ્યા કરી લેવી બાહ્યઆલંબનો થી મુક્ત થઈ આત્મકેન્દ્રિત બનવું, સ્વયંને સ્વયંના આત્મતત્વમાં સ્થિર કરવા તે સાધના છે. સાધના સકામ હોય, આરાધના નિષ્કામ હોય.
આરાધના એટલે સ્વયંના ઇષ્ટદેવને સૃષ્ટિનાં કણ કણમાં અસ્તિત્વરૂપ અનુભવવા.ઉપાસના એટલે કોઈને પોતાના ઇષ્ટ માનીને તેની ભક્તિ કરવી, કીર્તન કરવા, પૂજવા. પરમાત્મ તત્વને બધું સમર્પણ કરી દેવું. તેની સમીપે બેસવું. પરમાત્માને ક્યાંય ગોતવા ની જરૂર નથી. પરમાત્મભાવમાં સ્વયં જ ખોવાઈ જવાનું છે. સાધના યોગ્ય થઈ રહી છે કે નહીં તેનું બાહ્ય મૂલ્યાંકન થઈ શકે છે.
સાધકનો બિહેવિયર વ્યવહાર ખૂબ જ સહજ અને સરળ થઈ જાય છે. નાના કે મોટા ને રિસ્પેક્ટ આદર આપે છે. કોઈનું અપમાન કરવાનો ભાવ મનમાં જન્મતો નથી, પોતાની ભૂલોનો સ્વીકાર ભાવ એક્સેપ્ટ.