♦ મનસુખભાઈ મણવરે અઠવાડીયા પહેલા થયેલ મીટીંગમાં છ માસમાં રૂપિયા આપવાનું કહેતા કમીટીએ મંજુરી આપી તી
♦ બાદમાં પ્રમુખ પંકજ કાસુન્દ્રાએ ‘ ઘરમાં તાળા લાગી જશે ’ ધમકી આપી મીટીંગમાં મારમારી કરી: ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા
રાજકોટ,તા.1
મવડી પોલીસ હેડકવાર્ટર સામે સ્કૂલની બાજુમાં આવેલ ટીવેરા ફોન એપાર્ટમેન્ટમાં ફલેટનં. 301માં રહેતા મનસુખભાઈ રવજીભાઈ મણવર (ઉ.વ.61)ને ગતરાત્રીના રેસીડેન્સીની કમીટીની બેઠકમાં પ્રમુખ સાથે ઝઘડો થતા પ્રમુખ પંકજ કાસુન્દ્રાએ વૃદ્ધને ઢીકાપાટુનો મારમારતાં સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
વધુમાં ઈજાગ્રસ્તના પુત્રને જણાવ્યું હતું કે પાંચ વર્ષ પહેલા રેસીડેન્સીની મંડળીની ડીપોઝીટમાંથી છ લાખ રૂપિયા તેના મોટા ભાઈએ ઉપાડેલ હતા. જેમનું વ્યાજપણ તેઓ ચુકવતા હતા. જે મામલે અઠવાડિયા પહેલા રેસીડેન્સીની કમીટીની મીટીંગ બોલાવવામાં આવી હતી ત્યારે કમીટીએ રૂપિયાની વાત કરતાં તેના પિતાએ છ માસનો સમય માંગ્યો હતો. કમીટીએ મંજુર કરી છ માસના રૂપિયા ચુરવવાનું જણાવ્યું હતું.
જે બાદ બે દિવસ પહેલા કમીટીના પ્રમુખ પંકજ કાસુન્દ્રા તેના પિતાને ફોન કરી રૂપિયા અત્યારે જ ચુકવવા પડશે નહિતર તમારી મેમ્બરશીપ કેન્સલ થઈ જશે અને ઘરમાં તાળા લાગી જશે તેવિ ધમકી આપી હતી. જે મામલે ગતરાત્રીના ફરીથી મીટીંગ મળી હતી. જેમાં પ્રમુખને ધમકી શુ કામે આપી કહેતા તે ઉશ્કેરાયો હતો અને ઝઘડો કરી મારમારવા લાગ્યો હતો. તેમજ તેના સીસીટીવી ચેક કરતા હતાં ત્યારે પણ તે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફુટેજ ચેક કરવા નહી ધમકી આપી હતી.બનાવ અંગે પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.