રાજકોટ,તા.1
શહેર ભાજપના પ્રમુખ તરીકે સાત વર્ષ પૂર્ણ કરતા સફળતાના સુકાની કમલેશ મિરાણીને આજે ભાજપ અગ્રણીઓ, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકોએ બિરદાવ્યા હતાં.
છેલ્લા સાત વર્ષો દરમ્યાન કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપ નું સંગઠન ગુજરાતમાં નંબર વન તરીકે ઉભરી આવ્યુ છે.સને 1980થી ભારતીય જનતા પાર્ટીમાં પોતાની રાજકીય સફરનો પ્રારંભ કરનાર કમલેશ મિરાણીએ કોઈપણ પ્રકારના રાજકીય બ્રેકગ્રાઉન્ડ વગર સંગઠનક્ષેત્રે અને સતા ક્ષેત્રે અનેકવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક વહન કરી છે ત્યારે આ તકે કમલેશ મિરાણીએ તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કરતા કમલેશ મિરાણીએ જણાવેલ કે સતા અને પ્રભુત્વ આ બંને સાથે નેતૃત્વ ગાઢ રીતે સંકળાયેલું હોવા છતા આ બંને એકબીજાથી ભિન્ન છે. નેતૃત્વ એ જૂથના સભ્યોને કાર્યરત થવા પ્રોત્સાહિત કરતી પ્રક્રિયા છે.
માનવશકિતને સામુહિક રીતે કામે લગાડી ધ્યેયપ્રાપ્તિ માટે સક્ષમ રીતે તેને નેતૃત્વ પુરૂ પાડવુ અતિ આવશ્યક છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલજીના માર્ગદર્શન હેઠળ પેજકમિટિની કામગીરીમાં રાજકોટ શહેર ભાજપનું સંગઠન ગુજરાતમાં નંબર વન સંગઠન તરીકે ઉભરી આવ્યું, ત્યારે મારા સાત વર્ષના કાર્યકાળ દરમ્યાન રાજકોટ મહાનગર ઘ્વારા પ્રદેશ ભાજપની સૂચના મુજબ યોજાયેલ વિવિધ 1000 વધુ કાર્યક્રમો કાર્યકર્તાઓના પરીશ્રમ થકી સફળ થયા છે અને શહેર ભાજપનું સંગઠન વધુ સુદૃઢ થયુ છે, ત્યારે મારા કાર્યકાળની સફળતા એ તમામ કાર્યકર્તાઓને વંદન સાથે સમર્પિત કરુ છુ.કાર્યકર્તાઓના અદભુત પ્રેમ થકી મને કાર્ય કરવાનું પ્રેરકબળ પ્રાપ્ત થયું છે.
કમલેશ સિસણીએ જણાવેલ કે ત્યારે 1986 થી રાષ્ટ્રવાદના રંગે રંગાઈ ભારતીય જનતા પાર્ટીમાં ફકત 18 વર્ષ ની ઉંમરે પ્રવેશ કરનાર કમલેશ મિરાણીએ અયોધ્યા માં કારસેવા તેમજ દિલ્લી બોટ કલબ રેલી માં ભાગ લીધેલ ત્યારબાદ શહેર ભાજપ યુવા મોરચા માં 2 ટર્મ ઉપ પ્રમુખ, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે 2000 થી 2003 ત્યારબાદ કોર્પોરેટર તરીકે 2005 થી 2020 સતત 3 ટર્મ વોર્ડ-9માં જવાબદારી સંભાળેલ આ દરમ્યાન સમાજ કલ્યાણ સમિતીના ચેરમેન તરીકે 2005 થી 2007 2 ટર્મ, 2008 માં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન તરીકે નિમણૂક, તેમજ એસ.ટી સલાકાર સમિતી સભ્ય, ટેલીફોન એડવાઈઝરી કમિટી માં નિમણુક સંગઠનમાં શહેર ભાજપ મંત્રી, સંગઠન પર્વમાં બે ટર્મમાં ઈન્ચાર્જ તરીકે, વિધાનસભા ચૂંટણી 2012, 2017માં વિધાનસભા 69ના ઈન્ચાર્જ, 2013માં શહેર ભાજપ મહામંત્રી તરીકે નિમણૂક, લોકસભા ચૂંટણી 2019 માં રાજકોટ મહાનગરના ઈન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળેલ છે. તેમજ સામાજિક ક્ષેત્રે લોહાણા મહાપરિષદના કારોબારી સભ્ય, રઘુવંશી યુવા ગ્રુપના સલાહકાર, રઘુવંશી ક્રાંતિ મંચ, ગુજરાતના સલાહકાર, જલારામ જયંતી મહોત્સવના માર્ગદર્શક તેમજ યુનીક ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળી પોતાનું સામાજિક દાયિત્વ નિભાવી રહયા છે. કાર્યકરોના દિલમાં અનેરૂ સ્થાન મેળવ્યું છે.