અદભુત આર્ટ એકિઝબિશનનો જયહિન્દ પેલેસમાં શુભારંભ: 80 જેટલા મનમોહક ચિત્રો પ્રદર્શિત

01 April 2023 04:14 PM
Rajkot
  • અદભુત આર્ટ એકિઝબિશનનો જયહિન્દ પેલેસમાં શુભારંભ: 80 જેટલા મનમોહક ચિત્રો પ્રદર્શિત

ધ આર્ટ સ્ટુડીયો રાજકોટ આયોજીત : ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ અને શ્રીમતિ પૂર્વિબેન પ્રદિપભાઇ શાહ (સાંજ સમાચાર)ના હસ્તે અનોખા ચિત્ર પ્રદર્શનનુું ઉદઘાટન

રાજકોટ,તા.1 : રાજકોટના કલારસિકો અને આર્ટ પ્રેમીઓના મન મોહી લે તેવા એક અનોખા અને વૈવિધ્યતા સભર આર્ટ એકઝિબિશનનો આજરોજ કસ્તુરબા રોડ, આર. વર્લ્ડ આઇનોકસ સિનેમા સામે શુભારંભ થયો હતો.

ધ આર્ટ સ્ટુડીયો રાજકોટ આયોજીત આ બે દીવસના અદભુત ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન આજરોજ રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ અને સાંજ સમાચાર પરિવારના શ્રીમતિ પૂર્વીબેન પ્રદિપભાઇ શાહના હસ્તે કરવામાં આવેલ હતો.શ્રીમતિ અનુજાબેન અંકુરભાઇ શાહ અને જીજ્ઞાબેન ચંદારાણા સંચાલિત ધ આર્ટ સ્ટુડીયો રાજકોટ આયોજીત આ અનોખા ચિત્ર પ્રદર્શનની વિશેષતાએ છે કે, આ પ્રદર્શનમાં ચાર વર્ષથી બાળાથી માંડી 60 વર્ષના મહિલાઓ દ્વારા નિર્મિત વિવિધ પ્રકારના 80 જેટલા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવેલ છે.

આજ રોજ અને આવતીકાલ સુધી યોજાયેલ આ પ્રદર્શન સવારે 11 થી 7 વાગ્યા સુધી કલારસિકો નિહાળી શકશે. આયોજકોના જણાવ્યા અનુસાર આ એકિઝબિશનમાં તૈલી ચિત્રો, મંડાલા આર્ટ, તથા એક્રેલિક પેઇન્ટીંગ, ફેબ્રીક પેઇન્ટીંગ, બોહા પેઇન્ટીંગ, પેન્સીલ પેઇન્ટીંગ, અને લિપન આર્ટ જેવા વૈવિધ્યસભર ચિત્રો પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, આજરોજ ઉદઘાટન પ્રસંગે હાજર રહેલા આમંત્રિતો અને કલાપ્રેમીઓ અદભૂત ચિત્રો નીહાળી આફરીન પોકારી ગયા હતા.


Related News

Advertisement
Advertisement