રાજકોટ,તા.1
સાધુવાસવાણી રોડ પર પરશુરામ મારબલ સામે આવેલ રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં માવતરના ઘરે રહેતી હેતલબેન સંજયભાઈ રાણા (ઉ.વ.22) નામની પરિણીતાને તેના પતિ સંજય રાણાને ઢીકાપાંટુનો મારમારતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાઈ હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.
વધુમાં બનાવ અંગે ઈજાગ્રસ્તના કાકાએ જણાવ્યા અનુસાર હેતલના લગ્ન જડુશ નજીક આવેલી સોસાયટીમાં રહેતા સંજય સાથે હતાં.ચારેક વર્ષ પહેલા થયા છે. અને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર આરવ છે. દંપતિ વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હોવાથી તે માવતરના ઘરે રહેવા આવી ગઈ હતી. પુત્ર આરવ તેના પતિ પાસે રહેતો હતો.
ગઈકાલે પુત્રનો જન્મ દિવસ હોવાથી હેતલ સંજયના ઘરે મળવા ગઈ હતી. અને પુત્રને સાથે લાવી હતી. સાંજે બથ-ડે ઉજવણી કરવાની હોવાથી સંજય અને તેના પરીવારને પણ આવવાનું કહેવામાં આવ્યું હતું. સાંજે સંજય અને પરિવારજનો આવ્યા હતા અને સંજયે ઝઘડો કરી મારમારવા લાગ્યો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.