રાજકોટ,તા.1
વી.વી.પી. સંચાલિત ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર નામાંકિત કલાકારોની ઉત્કૃષ્ઠ કૃતિઓના પ્રદર્શન થકી કલાકારોને પ્રોત્સાહન તથા કલાવાંચ્છુઓની જ્ઞાનપિપાસાને તૃપ્ત કરવાનો અવિરત પ્રયત્ન કરે છે,
ગુજરાતના બે મૂર્ધન્ય સર્જકો સર્વેશ્રી મિલન દેસાઈ તથા શ્રી બંસિધર ખત્રીની પ્રતિષ્ઠીત રચનાઓના પ્રદર્શન ’પરીવર્તન’ નું તા.0ર/04/ર0ર3 ને રવિવાર થી તા.06/04/ર0ર3 ને ગુરુવાર (સાંજે 3 થી 7 વાગ્યા સુધી) દરમ્યાન ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, વી.વી.પી.એન્જીનિયરીંગ કેમ્પસ, મોટેલ ધ વિલેજની સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. ’પરીવર્તન’ નું ઉદઘાટન આજ ના રોજ સાંજે 6-00 કલાકે નાટયક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરષ્કાર પ્રાપ્ત સિધ્ધહસ્ત નાટયકલાકાર, દિગ્દર્શક,અભિનેતા, તેમજ કાર્યક્રમ સંચાલક ડો.જયોતીબહેન રાજયગુરુ ના શુભ હસ્તે કરવામાં આવનાર છે.
પ્રસ્તૃત સમારોહને સફળ બનાવવા સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા તથા ટ્રસ્ટીગણ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવેનાં વડપણ તથા ઈપ્સાનાં નિયામક આર્કિ. કિશોરભાઈ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ સંસ્થાનાં શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ જહેમત ઉઠાવી રહેલ છે.