આઈપીએલની ઓપનિંગ સેરેમનીમાં એક અત્યંત રસપ્રદ દૃશ્ય જોવા મળ્યું હતું. બોલિવૂડના ખ્યાતનામ ગાયક અરિજીત સિંહે આ કાર્યક્રમમાં પરફોર્મ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ વેળાએ ધોની પણ અરિજીતના ગીતને ડ્રેસિંગરૂમમાં બેસીને સાંભળી રહ્યો હતો.
જેવી સેરેમની પૂર્ણ થઈ કે ધોની સ્ટેજ પર આવી ગયો હતો. જો કે તે જેવો સ્ટેજ પર પહોંચ્યો કે અરિજીત તેને પગે પડક્ષ ગયો હતો. આ પછી ધોનીએ પણ અરિજીતને ગળે લગાવ્યો હતો. અરિજીતની આ દિવાનગી જોઈને ખુલાસો થાય છે કે માહીની બોલિવૂડમાં પણ કેટલી લોકપ્રિયતા છે.