હાલમાં જૈનોની આયંબીલની ઓળી ચાલી રહી છે ત્યારે રાજકોટ મધ્યમાં આવેલા મણીયાર દેરાસરમાં દરરોજ 150થી વધુ જૈન શ્રાવકો આ આયંબીલની તપશ્ર્ચર્યા કરી રહ્યા છે. ચૈત્ર મહિનાની આયંબીલ ઓળીનો મણીયાર દેરાસરમાં સંપૂર્ણ લાભ સરલાબેન જયસુખભાઇ દોશી પરિવાર દ્વારા લેવામાં આવેલ છે. રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ આયંબીલની તપશ્ર્ચર્યા કરી રહ્યા છે અને તેઓ પણ મણીયાર દેરાસર ખાતે ઓળીનો લાભ લઇ રહ્યા છે.