જીવનગર વિકાસ સમિતિ, રામેશ્ર્વર મહાદેવ મંદિર સમિતિ, વોર્ડનં.10 જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ મહિલા સત્સંગ મંડળ ઉપક્રમે રામનવમીની ભાવપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. ડે.મેયર શ્રીમતી કંચનબેન સિદ્ધપુરાનું સન્માન સાથે આખોદિવસ ધાર્મિક કાર્યક્રમોમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.મંદિરના પટ્ટાંગણમાં રામ જન્મોત્સવની સાથે સુંદર કાંડ, પૂજા-પાઠ-અર્ચન, મહાઆરતી, દિપમાલા સહિત કાર્યક્રમોને સફળતા મળી હતી.બપોરે 12 કલાકે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતાં. મંદિરમાં ધર્મમય વાતાવરણ ઉભું થયું હતું