બુથ એકમને મજબૂત કરવા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજીની સૂચના મુજબ પાર્ટી ઘ્વારા દેશભરમાં ’બુથ સશકિતકરણ અભિયાન’ નું આયોજન થયેલ છે. તે અંતર્ગત શહેર ભાજપ ’કમલમ’ કાર્યાલય ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, બુથ સશક્તિકરણ અભિયાનના કીરણબેન માકડીયા, શૈલેષ હાપલીયા, માધવ દવે તેમજ વિક્રમ પુજારા, નિતીન ભુત, હાર્દીક બોરડ સહીતના ની ઉપસ્થિતિમાં શહેર ભાજપ ’કમલમ’ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી.