સરકારની કલ્યાણકારી યોજનાઓના મહિલા લાભાર્થી સાથે એક કરોડ સેલ્ફી અભિયાન પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દીપીકાબેન સરડવાના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લાઓમાં મહિલા લાભાર્થી સાથે ‘એક કરોડ સેલ્ફી’ અભિયાન હાલ કાર્યરત છે તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ કમલમ’ કાર્યાલય ખાતે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાની અધ્યક્ષતામાં અને રાજકોટ જીલ્લા ભાજપના પ્રભારી રક્ષાબેન બોળીયા, ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, પ્રદેશ ભાજપ મહિલા મોરચા કારોબારી સભ્ય રમાબેન હેરભા, શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન હરસોડાની ઉપસ્થિતિમાં શહેર ભાજપ મહિલા મોરચાની બેઠક યોજાયેલ હતી.