રાજકોટ:તા 1
તા.27 માર્ચના રોજ વિશ્વ રંગ ભૂમિ દિનની ઉજવણી પ્રસંગે બાલભવન-ભારત સેવક સમાજ સંકલ્પ થિયેટર્સ ધ્વારા એકાંકી નાટય સ્પર્ધાનું આયોજન થયેલ. જેમાં મનસુખભાઈ જોષી(ભુતપુર્વ શ્રમ અને રોજગાર મંત્રાલયના કેબીનેટ મંત્રી) ઉપસ્થિત રહયા હતા.
જેમાં શિવમ ફાઉન્ડેશન સંસ્થાના ગૌતમ દવે દિગદર્શીત નાટયકૃતિ કથા એક વિશ્વાસની પ્રથમ પુરસ્કાર મેળવી દર્શકોની દાદ મેળવી હતી. દ્વિતીય પુરસ્કાર હરિવંદના ફિઝીયોથેરાપી કોલેજ ધ્વારા ફિઝીયોથેરાપી એક સારવાર અને તૃતિય પુરસ્કાર કુંજ કલા કેન્દ્ર ધ્વારા મશાલ એ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ અભિનેતા અમિત વાઘેલા, શ્રેષ્ઠ અભિનેત્રી રેડિયો જોકી ધરા, પ્રોત્સાહન પુરસ્કાર યશ વ્યાસને આપવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દક્ષા રાઠોડ એ કર્યુ હતું. કાર્યક્રમમાં નિર્ણાયકો માં જાણીતા નાટ્યવિદો નલીનીબેન ઉપાધ્યાય, આવૃતિ બેન નાણાવટી, ભરત ત્રિવેદીએ સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના હોદ્દેદારો એલ.એસ. સૈયદ, જર્નાદનભાઈ પંડયા, અનીલ રાઠોડ, દક્ષા રાઠોડ, નુતન ભટ્ટ, મહેશ કોટેચા, જુસબ પરમાર, ભુપતસિંહ તુવરા એ ભારે જહેમત ઉઠાવી હતી.