રાજકોટ,તા.1
રામનવમી વિશાળા શોભાયાત્રા શહેરમાં રાજમાર્ગો પર નીકળેલ હતી. આ શોભાયાત્રા ફુલછાબ ચોક પહોંચતા મુસ્લીમ આગેવાનો હબીબભાઈ ગનીબાપુ કટારીયા, રજાકભાઈ ચાનીયા, સૈયદ સકીલબાપુ, ઈમરાનભાઈ શેખ, ઈકબાલભાઈ મકરાણી, લોઈડભાઈ દલવાણી, અસાબભાઈ ચૌહાણ, આબીદભાઈ શેખ, ગફારભાઈ ગનીબાપુ કટારીયા, મુન્નાભાઈ મકરાણી, હનીફભાઈ ગનીબાપુ કટારીયા, અદનાંદભાઈ વોરા, ઈબ્રાહીમભાઈ મેમણ વિગેરેએ રામનવમીની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરેલ હતું. તેમ હબીબભાઈ ગનીબાપુ કટારીયાની યાદી જણાવેલ છે.