રાજકોટ,તા.1
છેલ્લા 60 વર્ષથી દિવ્યાંગ મૂક બધિર દિકરા-દિકરીઓને બધિરનું સ્પેશ્યલ શિક્ષણ તેમજ તાલીમ આપી સ્વમાનભેર જીવન જીવવાની કળા શીખવતી રાજકોટની છ. શા. વિરાણી બહેરા મૂંગા શાળાના 10 દિકરીઓને મુંબઈ ખાતે ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘ આયોજીત પરમ શ્રધ્ધેય પૂ. ધિરજમૂનિ મ.સા.ના મંગલ પ્રવેશ કાર્યક્રમ પ્રસંગે ઘાટકોપરના ઝવેરબાઈ ઓડોટોરીયમમાં હમ સબ જૈન હૈ નું ગીત રજુ કરવાની તક મળી.
’અમારા કાન પણ અવાજો ઝંખે છે.” તેવું સુંદર કાવ્યમય કરૂણસભર ગીત પોતાની સાંકેતિક ભાષામાં રજુ કરી ઉપસ્થિત સૌ શ્રોતાગણનું સ્ટેન્ડીંગ ઓવેશન મેળવ્યું હતું. પૂ. ધિરજમુનિ મ.સા.એ પોતાના વ્યાખ્યાનમાં બધિરોની લાગણી તથા સમાજ તરફથી આ બાળકોને કેવા પ્રકારના પ્રેમ-હૂંફની જરૂરત હોય છે અને સમાજ તે માટે શું શું કરી શકે તે વાતો ખૂબ જ દૃષ્ટાંત સહિત સમજાવી હતી. તેમજ ગુરૂદેવનાં આશીર્વાદથી સંસ્થા દ્વારા બંધાતા નવા ભવનો માટે આર્થિક યોગદાન માટે ટહેલ નાખી હતી.3
દાતાઓના સહયોગથી સંસ્થાની 10 દીકરીઓ મુંબઇ ફલાઇટમાં જવાનો, ફલાઇટમાં પરત રાજકોટ લાવવાનો તથા બે દિવસ મુંબઇ દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો.