રણછોડદાસજીબાપુ આશ્રમ (સદ્ગુરૂ સદન ટ્રસ્ટ), રાજકોટમાં શ્રી રામનવમી મહોત્સવ ધામધુમપૂર્વક ઉજવવામાં આવ્યો

01 April 2023 04:43 PM
Rajkot
  • રણછોડદાસજીબાપુ આશ્રમ (સદ્ગુરૂ સદન ટ્રસ્ટ), રાજકોટમાં શ્રી રામનવમી મહોત્સવ ધામધુમપૂર્વક ઉજવવામાં આવ્યો

સદ્ગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુની અસીમ કૃપા તથા પ્રેરણાથી પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ(શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ),રાજકોટ ખાતે ગુરૂવારનાં રોજ રામનવમી મહોત્સવ ખુબજ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો.તા.30ના મહોત્સવમાં શ્રી રામલલ્લાનું પુજન અજયભાઈ ગોવિંદભાઈ નથવાણી, ખૂશબુબેન અજયભાઈ નથવાણી તથા રંજનબેન ગોવિંદભાઈ નથવાણી પરિવારે કર્યુ હતું.

આ રામનવમી મહોત્સવ નિમિતે રામ જન્મોત્સવ શ્રીરામ લલ્લાનાં વધામણા ખુબ જ ધામધુમ પૂર્વક તેમજ રંગે-ચંગે,આનંદ ઉલ્લાસ સાથે કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઇ બહેનોએ ઉપસ્થિત રહી રામલલ્લાના જન્મોત્સવના વધામણા કરવામાં આવ્યા હતા. આ રામનવમી મહોત્સવ નિમિતે ફરાળરૂપી સદ્ગુરૂ મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ખુબ જ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઇ-બહેનો તેમજ ગુરૂ ભાઇ-બહેનોએ મહાપ્રસાદ ગ્રહણ કરેલ હતો. તથા 700 સાધુ સંત ભગવાનનો ભંડારાનું આયોજન કરવામાં આવેલ હતું.


Related News

Advertisement
Advertisement