પુનિતનગરના ટાંકા પાસે ભાવનગરના યુવકે બીમારીની દવાનો ઓવરડોઝ પી લીધો

01 April 2023 04:45 PM
Rajkot
  • પુનિતનગરના ટાંકા પાસે ભાવનગરના યુવકે બીમારીની દવાનો ઓવરડોઝ પી લીધો

રાજકોટ,તા.1
ભાવનગરના ચિત્રા ગામે રહેતાં રવિભાઈ ઓધવજીભાઈ મકવાણા (ઉ.વ.35) ગતરાત્રીના પુનિતનગરના ટાંકા પાસે હતો ત્યારે અગમ્ય કારણોસર બીમારીનો દવાનો ઓવરડોઝ પી લેતા બેભાન થઈ ઢળી પડ્યો હતો. ત્યાંથી પસાર થતા રાહદારીઓએ યુવકને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

સેન્ટ્રેલ જેલમાં કેદીની તબિયત લથડી: સારવારમાં ખસેડાયો
સેન્ટ્રલ જેલમાં કેદી કિશન સૂરજ વાજા (ઉ.વ.29) ગતરાત્રીના પોતાની બેરેકમાં હતો ત્યારે અચાનક તેની તબિયત લથડતાં જેલના સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

વડવાળાનગરમાં જેઠાભાઇનું બેભાન હાલતમાં મોત
રણુંજા મંદિર પાછળ વડવાળાનગરમાં રહેતાં જેઠાભાઇ મંગળાભાઈ મકવાણા (ઉ.વ.58) ગતરાત્રીના પોતાના ઘરે હતાં ત્યારે બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. બનાવથી
પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

કનૈયા ચોક પાસે અરમાને બ્લીચિંગ ગટગટાવ્યું: સારવારમાં
રૈયારોડ પર કનૈયા ચોક પાસે ખોડિયાર ડેરી નજીક રહેતો અરમાન ઉષ્માનભાઈ ફકીર (ઉ.વ.18) ગતરાત્રીના પોતાના ઘરે હતો ત્યારે અગમ્ય કારણોસર બ્લીચિંગ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.


Related News

Advertisement
Advertisement