► સમસ્ત જૈન સમાજ તથા જૈનવિઝન દ્વારા પ્રસ્તુત કાર્યક્રમમાં પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
રાજકોટ,તા.1
સમસ્ત જૈન સમાજ આયોજીત તથા જૈન વિઝન દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણની ઉજવણી અંતર્ગત છેલ્લા નવવર્ષથી આવોરે આવો મહાવીર નામ લઈએ ભકિતસંધ્યાનું આયોજન થતું આવ્યું છે.આગામી તા.3જીના સોમવારે રાત્રે 8.15 કલાકે આવોરે આવો મહાવીર નામ લઈએ ભકિત સંધ્યાનો કાર્યક્રમ બાલભવનના ઓડિટોરિયમ રેસકોર્ષ ખાતે યોજાશે જેમાં જાણીતા ભકિતકાર અંકુરશાહ (સુરત) તથા નિધિ ધોળકીયા જિનભકિત ગીતો પ્રસ્તુત કરીને જમાવટ કરશે.
કસુંબીનો રંગ
તા.4 થીના મંગળવારે બાલભવન ખાતે રાત્રે 8.15 કલાકે કસુંબીનો રંગ (લોકડાયરો)નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાતના ખ્યાતનામ લોક કલાકારો અભેસિંહ રાઠોડ, દીપક જોષી, રાધાબેન વ્યાસ વગેરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના લોકગીત તથા ભજનો પ્રસ્તુત કરશે. કાર્યક્રમમા ઉપસ્થિત રહેનારા માટે લકકી ડ્રોનું આયોજન કરેલ છે. નાનાબાળકો માટે સાયકલ જેવા આકર્ષક ઈનામો રાખવામાં આવેલ છે.
ઉપરોકત કાર્યક્રમમાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજયના મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર પ્રદીપ ડવ, ધારાસભ્યો ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા,ઉદયભાઈ કાનગડ, ભુપતભાઈ બોદર, સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉપરોકત કાર્યક્રમમાં જૈન શ્રેષ્ઠી જયોતિન્દ્ર મહેતા, અમિનેષ રૂપાણી, ચંદ્રકાંતભાઈ શેઠ, હરેશભાઈ વોરા, જીતુભાઈ પારેખ, વિપુલભાઈ દોશી, પંકજભાઈ કોઠારી, મહેશભાઈ મણિયાર, પ્રફુલભાઈ ધામી, શૈલેષભાઈ માઉં, અનીષભાઈ વાધર, જીતુભાઈ બેનાણી સહિત અન્યોનો સહકાર મળ્યો છે. તેમ ટીમ જૈન વિઝનના મિલન કોઠારીયા જણાવેલ છે.