વિશ્વેશ્વર મહાદેવ મંદિર ખાતે પાંચમાં સર્વજ્ઞાતિ સમુહલગ્નોત્સવ સંપન્ન

01 April 2023 04:47 PM
Rajkot
  • વિશ્વેશ્વર  મહાદેવ મંદિર ખાતે પાંચમાં સર્વજ્ઞાતિ સમુહલગ્નોત્સવ સંપન્ન

રાજકોટ,1
સ્વાતિ મહિલા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિર, મવડી મેઈન રોડ ખાતે પાંચમાં સર્વજ્ઞાતિય સમુહલગ્ન ઉત્સવનું અનેરૂ આયોજન કરવામાં આવેલ હતું. આ સમુહ લગ્નોત્સવમાં ગોપાલ ગૌશાળા-ખેરડીના રમેશગીરી બાપુ, મનુ મહારાજ દલપતરામ બાપુ, વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિરના પુજારીશ્રી જીથરીયા હનુમાન મંદિરના મહંત સહીતના સંતો-મહંતો નવદંપતિને આર્શિવાદ આપવા ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ ઘનશ્યામભાઈ અગ્રાવત, શારદાબેન પરસોત્તમભાઈ માલવી,દિવાળીબેન પરસોત્તમભાઈ ગોંડલીયા, ગીરીશભાઈ ટાંક, ગઢવીભાઈ સહીતના સ્ટેજ પ્રોગ્રામ શોભાવેલ હતાં.

આ સમુહલગ્નનાં ભવ્ય આયોજનમાં કુલ પાંચ યુગલો પ્રભુતામાં પગલાં પાડયા હતા સાથે નવપરિણીત યુગલોને કરીયાવર દરેક દિકરીઓને 5 લાખની વિમા પોલીસી આપવામાં આવી હતી.
અતિથિ વિશેષ તરીકે શહેર ભાજપ મહામંત્રી કીશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, વિનુભાઈ ઘવા, હરેશભાઈ જોષી જયંતભાઈ ઠાકર, કોર્પોરેટર નિલેશ જલુ, કીરણબેન હરસોડા રાજન ઠકકર તેમજ મૌલીક દેલવાડીયા, ચેતન લાઠીયા, વિજયભાઈ વાંક, મહિલા મોરચાના બહેનો સહીતના ભાજપ અગ્રણીઓ તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ નિર્મળાબેન ભાવેશભાઈ અગ્રાવત, નિતેષ અગ્રાવત સહીતનાએ જહેમત ઉઠાવી હતી.


Related News

Advertisement
Advertisement